Site icon Revoi.in

જો બાઇડેને કહ્યું કે, અમેરિકા ચીન સાથે કામ કરશે, પરંતુ પડકારોનો પણ કરશે સીધો સામનો

Social Share

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે કહ્યું હતું કે, ચીન દ્વારા રજૂ કરાયેલ પડકારોનો અમેરિકા સીધો સામનો કરશે, પરંતુ આ સાથે જ દેશ હિતમાં બેઇજિંગની સાથે મળીને કામ કરવામાં સંકોચ કરશે નહીં. બાઇડેને વિદેશ મંત્રાલયના કર્મચારીઓને ફોગી બોટમ મુખ્યાલયમાં સંબોધન કરતા કહ્યું હતું કે, અમે ચીન દ્વારા આર્થિક શોષણ સામે લડીશું, માનવાધિકાર, બૌદ્ધિક સંપત્તિ અને વૈશ્વિક શાસન પર ચીનના હુમલો ઘટાડવા શિક્ષાત્મક પગલાં લઈશું.

ચીનને લઈને તેમના પ્રશાસનની નીતિ કેવી રહેશે તે અંગેના સંકેત આપતા તેમણે કહ્યું હતું, પરંતુ જ્યારે અમેરિકાના હિતની વાત આવે છે, ત્યારે અમે બેઇજિંગ સાથે કામ કરવા પણ તૈયાર છીએ. અમે અમારા સહયોગીયો તથા ભાગીદારો સાથે કામ કરીને, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં આપણી ભૂમિકાને નવું રૂપ આપીને, અમારી વિશ્વસનીયતા અને નૈતિક સત્તાને ફરીથી ધારણ કરીને દેશની પરિસ્થિતિ સુધારવા માટે કામ કરીશું.

બાઇડેને કહ્યું કે, અમે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની ભાગીદારી પુન: સ્થાપિત કરવાનું કામ શરૂ કર્યું છે અને સામાન્ય પડકારો પર વૈશ્વિક કાર્યવાહીને ઉત્તેજીત કરવા માટે એક નેતૃત્વની સ્થિતિમાં આવવાનું શરૂ કર્યું છે. અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને પત્રકારોને જણાવ્યું હતું કે, ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ માટે ચીનમાં પ્રવેશ મેળવવાની તેમની પ્રાથમિકતા નથી.

તેમણે કહ્યું, અમારી પ્રાથમિકતા ચીનના આર્થિક શોષણ સામે હલ કરવાની છે, જેનાથી અમેરિકી નોકરીઓ અને અમેરિકી કર્મચારી પ્રભાવિત થઇ રહ્યા છે.

-દેવાંશી