Site icon Revoi.in

રાષ્ટ્રીય ડી.જી. કોન્ફરન્સઃ રક્ષા વિભાગના સચિવો પીએમ મોદીને ભાવી તૈયારીઓથી કરશે માહિતગાર

Social Share

દિલ્હી – દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડીયામાં ગુજરાતના કેવડિયા ખાતે રક્ષશા કમાન્ડરોની સહીયારી બેઠકને સંબોધિત કરશે, આ બેઠકમાં રક્ષા મંત્રાલયના પાંચ સચિવ પોતાના ત્વરિત પ્રોજેક્ટ પર અને ભવિષ્યમાં થનારી સંરક્ષણ તૈયારીઓ અંગે પીેમ મોદીને જાણકારી આપશે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સીડીએસ જનરલ બિપિન રાવત, આર્મી સ્ટાફ મનોજ મુકુંદ નરવણે, નૌસેના પ્રમુખ એડમિરલ કર્મબીર સિંહ અને એર ચીફ માર્શલ આર કે ભદૌરીયા ઉપરાંત ત્રણેય સેનાના કમાન્ડર-ઇન-ચીફ રેન્ક અધિકારીઓ પણ આ બેઠકમાં  હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ત્રણેય સેનાઓને મજબૂત બનાવવા અનેર કાર્યો કરવામાં આવી રહ્યા છે, દેશની ત્રણેય સેનામાં અવનવી ટેકનલોજી અને યંત્રો વિકસાવીને તેમની તાકાતમાં વધારો કરવામાં આવી રહ્યો છે, આ સાથે જ આત્મ નિર્ભર ભારત હેઠળ અનેક મિસાઈલ, સબરમિન અને એરક્રાફઅટનું નિર્માણ કાર્ય પર હાથ ધરવામાં આવી રહ્યું છે. જેથી સ્વદેશી હથિયારો ભારતની ત્રણેય સેનાની તાકાત બને. ત્યારે આવતા અઠવાડીયે કમાન્ડરોની સહીયારી બેઠક કેવડિયા ખાતે યોજાશે, જેમાં પીએમ મોદી રક્ષા સચિવ પાસે બાબતની માહિતી મેળવશે.

સાહિન-