Site icon Revoi.in

પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિ મામલે તપાસ કરી રહેલા ન્યાયાઘિશ ઈન્દુ મલ્હોત્રાને ફોન પર મળી ધમકી

Social Share

 

દિલ્હીઃ-  તાજેતરમાં પીએમ મોદી જ્યારે પંજાબની મુલાકાતે હતા ત્યારે ખેડૂતો દ્વારા તેમનો રસ્તો રોકીને પીએમની સુરક્ષામાં જે ચૂંક થી હતી તેને લઈને પ્રધાન મોદીની સુરક્ષામાં ગંભીર ક્ષતિ અંગે તપાસ કરવા સુપ્રીમ કોર્ટે ઇન્ક્વાયરી કમિટીની નિમણૂક કરી હતી. જેમાં  સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ ઇન્દુ મલ્હોત્રાના નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના ડિરેક્ટર જનરલ ને આ અંગે તપાસ સોંપવામાં આવી હતી.

ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલાની તપાસ કરનારી પેનલનું નેતૃત્વ કરનાર પૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને ધમકીઓ મળી રહી છે

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને ધમકીભર્યો ફોન આવ્યો હતો.જો કે આ કોલ કરનાર વ્યક્તિ કોણ છે અને શઆ માટે કોલ કર્યો તેનો ઈરાદો શું હતો તે અંગે હાલ કઈ પણ જાણી શકાયું નથી. પરંતુ આ  ધમકી ભર્યા ફોનની ઘટના એક મોટા ષડયંત્ર તરફ ઈશારો કરી રહી છે.

ઉલ્લેખનીય છે કેઆ પહેલા સુપ્રીમ કોર્ટમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગેરરીતિનો કેસ દાખલ કરનારા વકીલોને પણ ધમકીઓ મળી હતી. આ ધમકીઓ પાછળ ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસનો હાથ હોવાનું કહેવાય છે.જો કે આ બાબતે હાલ કોી ચોક્કસ પુરાવા નથી.