Site icon Revoi.in

વૃક્ષ વગર ફળ મળતું નથી, તેમ ધર્મ વગર સુખ ક્યારે મળશે નહીઃ જગતગુરૂ શંકરાચાર્ય

Social Share

પાટણઃ શહેરમાં જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનું  આગમત થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરમાં રેલવે સ્ટેશન ખાતેથી જુનાગંજ બજાર સુધી દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્યજીની   ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિરાટ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીઠાધીશ્વર દ્વારા સુખ પ્રાપ્તિ માટે સનાતન ધર્મનુ પાલન કરવા અનુરોધ કર્યો હતો.

પીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે વિરાટ સભા સંબોધન કરતા જણાવ્યું હતું કે મનુષ્યનું શરીર મળવું એજ પ્રલભ પુણ્ય છે. છતાં મનુષ્ય દુઃખી , રોગી ચિંતાગ્રસ્ત રહે છે તેનું મુખ્ય કારણ અજ્ઞાન છે અસત્ય અને સત્ય માને છે. પ્રત્યેક ક્રિયામાં ધર્મ હોવો જોઈએ. જો ધર્મનું પાલન કરવામાં નહીં આવે તો આપણે રહીશું પરંતુ ધર્મ રહેશે નહીં. અને ધર્મજ રહેશે નહીં તો સુખ પ્રાપ્ત થશે નહીં જેમ શરીરમાંથી રોગ દૂર કરી શકાય છે તેમ જીવનમાંથી પાપ પણ દૂર કરી શકાય છે જેના માટે ધર્મનું પાલન કરવું પડશે. સનાતન ધર્મ શું છે પાલન કરવાથી શું પ્રાપ્ત થાય છે અને કેમ ધર્મનું પાલન કરવું જોઈએ તેનો વિચાર કરવાની શક્તિ મનુષ્ય જાતિને આપી છે. જેમ વૃક્ષ વગર ફળ મળતું નથી તેમ ધરમ વગર સુખ ક્યારે મળશે નહીં. હિન્દુ ધર્મ પ્રત્યે સ્વાભિમાન એ જ આપણું અસ્તિત્વ છે. કર્તવ્યનું પાલન એ જ ધર્મ છે અને તેનું પાલન કરવા માટે આપણે મક્કમ હોવા જોઈએ.

પાટણ શહેરમાં રેલવે સ્ટેશન ખાતેથી દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજની રેલવે સ્ટેશનથી જુનાગંજ બજાર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભયાત્રાના રૂટ પર શહેરની  વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાકેમ્પ ગોઠવાયા હતા. કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતે શંકરાચાર્યજીનું સ્વાગત કર્યુ હતું.

પાટણમાં દ્વારકા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજની રેલવે સ્ટેશનથી જુનાગંજ બજાર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં શોભાયાત્રામાં શંકરાચાર્યને રથમાં બિરાજમાન થયા હતા અને પીતાંબરધારી બ્રાહ્મણોએ રથ ખેંચ્યો હતો .શોભયાત્રામાં મોટી સંખ્યામાં દીકરીઓ માથે કળશ લઈ યાત્રામાં જોડાઈ હતી. દુર્ગાવાહિનીની બહેનો શોભયાત્રાના રૂટ પર શૌર્ય પ્રદર્શન કર્યું હતું. શોભાયાત્રા શહેરના રેલવે સ્ટેશન ખાતેથી નીકળી મેન બજાર થઈ જુનાગંજ બજાર પહોંચી હતી.શોભાયાત્રામાં લોકોએ શંકરાચાર્યજીનું પુષ્પોથી ભવ્ય સ્વાગત કર્યું હતુ. ત્યારબાદ જુનાગંજ બજાર ખાતે વિરાટ ધર્મસભા યાજાઈ હતી.