Site icon Revoi.in

તમારી હેલ્થ માટે મેથીના દાણાની જેમ જ તેની ભાજી પણ ગુણકારી, જાણો તેના ફાયદાઓ

Social Share

લીલા પાનવાળા શાકભાજી તો આપણા શરીર માટે ખુબજ સાત્વિક આહાર ગણાય છે, જેમાં પાલક, મેથી, તાદંરજો,સુવાભાજી, ચણાભાજી વગેરે ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં પ્રોટીન્સ,વિટામિન્સ અને મિનરલ મળી રહી છે. જેમાંખાસ કરીને મેથીની ભાજી વિશે આજે વાત કરીશું શરીરને અનેક બિમારીઓમાં રક્ષણ પુરુ પાડે છે.મેથીના બીજ હોય કે તેના પાન બંને પેટથી જોડાયેલી સમસ્યોને દૂર કરવામાં અસરકારક છે. આ સિવાય અનેક પ્રકારની દવાઓ અને ઔષધિઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આ સિવાય અનેક પ્રકારની દવાઓ અને ઔષધિઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.મેથીની ભાજીની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. મેથીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે આ સિઝનમાં થતાં સાંધાઓના દર્દને દૂર કરવામાં મદદ કરે છે. તો આજે જાણી લો સ્વાસ્થ્યવર્ધક મેથીની ભાજીને ડાયટમાં સામેલ કરવાના ખાસ ફાયદાઓ.

પાચનતંત્રથી લઈને મેથીની ભાજી એનિમિયા, ડેન્ડ્રફ, શ્વસનતંત્રના રોગો, સ્કિન, હૃદય અને વાળ માટે પણ લાભકારી છે.મેથીની ભાજીની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં કે ચોમાસામાં ખાવાથી શરીરમાં ગરમાટો મળી રહે છે.મેથીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે આ સિઝનમાં થતાં સાંધાઓના દર્દને દૂર કરવામાં મદદ કરે છ

મેથીના શાકમાં ગૈલોપ્ટોમાઈનન તત્વ હોય છે જેહૃદયનું સ્વાસ્થ જાળવે છે,મેથીમાં ફાયબર અને એન્ટીઓક્સીડન્ટ તત્વ હોય છે. જેનાથઈ શરીમાં રહેલા ઝેરી તત્વ બહાર આવે છે,કબજિયાતની સમસ્યામાં પણ મેથી મહત્વનો ભાગ ભજવે છે,ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીલી ભાજી ઓષધ સમાન છ