Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં નવા સીએમ અંગેના સસ્પેન્સ વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા જેપી નડ્ડાને મળ્યા

Social Share

દિલ્હી: ભાજપે શુક્રવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે કેન્દ્રીય નિરીક્ષકો ના નામની જાહેરાત કરી હતી. સૂત્રોનું માનીએ તો શનિવારે આ ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ શકે છે. દિલ્હીથી જયપુર, ભોપાલ અને રાયપુર સુધી ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી.મધ્યપ્રદેશની સિધી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા બાદ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપનાર રીતિ પાઠકે શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી બનવાની યાદીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે અને જો પાર્ટી શિવરાજ સિંહ ચૌહાણને બદલવાનો નિર્ણય કરે છે, તો દાવેદારોની યાદીમાં સિંધિયા સૌથી આગળ માનવામાં આવે છે.

અગાઉ દિવસે, ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે કેન્દ્રીય નિરીક્ષકોના નામોની જાહેરાત કરી હતી. પાર્ટીએ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાજ્યસભાના સાંસદ સરોજ પાંડે અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને રાજસ્થાન માટે કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે. મધ્યપ્રદેશ માટે ભાજપે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. લક્ષ્મણ અને રાષ્ટ્રીય સચિવ આશા લાકરાને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

છત્તીસગઢ માટે, કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડા સાથે કેન્દ્રીય બંદરો, શિપિંગ, જળમાર્ગ અને આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમને પાર્ટી દ્વારા કેન્દ્રીય નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.