Site icon Revoi.in

કંગના રનૌતનો શો લોક અપ થયો શરૂ,કરણવીર બોહરાથી લઈને પૂનમ પાંડે સુધીના સ્પર્ધકો

Social Share

મુંબઈ:કંગના રનૌતે રવિવારે રાત્રે એકતા કપૂરના શો લોક અપથી OTT ડેબ્યૂ કર્યું છે. કંગના અને એકતાએ પહેલેથી જ કહ્યું હતું કે,આ શો ઘણો વિવાદાસ્પદ બનવા જઈ રહ્યો છે અને દર્શકો એ બધું જોવાના છે જે તેઓએ આજ સુધી જોયું નથી.અહીં સ્પર્ધકોએ કંગનાની જેલમાં રહેવું પડશે.

શોના પહેલા એપિસોડમાં કંગનાએ કેટલાક સ્પર્ધકો સાથે શાબ્દિક યુદ્ધ પણ કર્યું હતું.આ પહેલા પણ શોના કેટલાક સ્પર્ધકોના નામ સામે આવ્યા હતા, પરંતુ હવે ગઈકાલે રાત્રે તમામ સ્પર્ધકોના નામ સામે આવ્યા છે. શોની શરૂઆત વિશે જણાવીએ તો કંગનાએ તેની ફિલ્મના ગીત વખરા સ્વેગમાં પરફોર્મ કર્યું અને પછી તમામ સ્પર્ધકોનો દર્શકો સાથે પરિચય કરાવ્યો.

આ શો માં મુનવ્વર ફારૂકી, સુનિલ પાલ, સાયશા શિંદે,પૂનમ પાંડે,નિશા રાવલ, કરણવીર બોહરા, બબીતા ​​ફોગાટ, સારા ખાન, પાયલ રોહતગી, ચક્રપાણી મહારાજ, તહસીન પૂનાવાલા, સિદ્ધાર્થ શર્મા, અંજલિ અરોરા,શિવમ શર્મા સુધીના સ્પર્ધકો છે.

Exit mobile version