Site icon Revoi.in

કરણ જોહરે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની રિલીઝ ડેટ કરી જાહેર,સલમાન ખાનની ફિલ્મ સાથે થશે ટક્કર

Social Share

મુંબઈ:બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે હાલમાં જ માં બનવાના સમાચાર સંભળાવ્યા.તેમના ઘરે એક બાળકીનો જન્મ થયો છે.હવે આલિયાના ચાહકો માટે નવા સારા સમાચાર પણ સામે આવ્યા છે. ડાયરેક્ટર કરણ જોહરે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની રિલીઝ ડેટ અલગ રીતે જાહેર કરી છે. કરણે સોશિયલ મીડિયા પર કાવ્યાત્મક રીતે ફિલ્મની રિલીઝ ડેટ જણાવી છે.આ ફિલ્મ 28 એપ્રિલ, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ સાથે ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી જોવા મળશે.

કરણ જોહરે ફિલ્મની રિલીઝ એક પોસ્ટ નોટ દ્વારા સોશિયલ મીડિયા પર કાવ્યાત્મક રીતે શેર કરી છે.તેમણે લખ્યું કે, 7 વર્ષ બાદ આખરે તે સમય આવી ગયો કે તેમના પહેલા ઘર એટલે કે સિનેમાઘરમાં પરત ફરવાનો.મને મારી સાતમી ફિલ્મના સેટ પર એક નહીં પરંતુ ઘણા અદ્ભુત કલાકારો સાથે કામ કરવાનો લહાવો મળ્યો.આ એક એવી વાર્તા છે જે,પરંપરાના મૂળ સુધી પહોંચે છે, આ ફિલ્મના ગીતો હૃદય સ્પર્શી છે. તમારા પરિવાર અને મિત્રો સાથે પોપકોર્ન ખરીદવાનો અને મોટી સ્ક્રીન પર પ્રેમ અને મનોરંજનનો અનુભવ કરવાનો સમય આવી ગયો છે.તમને જણાવતા ઘણો આનંદ થાય છે કે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 28મી એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.ખાસ વાત એ છે કે તેનો મુકાબલો સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સાથે થશે.

એપ્રિલ 2023ની ઈદ પર સલમાન ખાન તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રિલીઝ કરશે.તાજેતરમાં, તેની ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી હતી અને તેણે   ‘ટાઈગર 3’ને દિવાળી માટે પોસ્ટપોન કરી દીધી જયારે ઈદ માટે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને ફાઈનલ કરી હતી.

 

Exit mobile version