Site icon Revoi.in

કરણ જોહરનો જન્મ દિવસ,કઈક આવી રહી છે તેમની બોલિવૂડની સફર

Social Share

મુંબઈ:કરણ જોહરને આજે કોણ નથી ઓળખતું? તેણે ખૂબ જ નાની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો.જોકે, તેના પિતા યશ જોહર ખૂબ મોટા ફિલ્મ નિર્માતા હતા. કરણ જોહરને લોકો કેજો તરીકે ઓળખે છે.તે પટકથા લેખક, નિર્માતા, દિગ્દર્શક, કોસ્ચ્યુમ ડિઝાઇનર, અભિનેતા અને જજ અને ટીવી શોના હોસ્ટ પણ છે.તેણે પોતાના ફિલ્મી કરિયરમાં આવી ઘણી ફિલ્મો બનાવી છે, જે લોકોને આજે પણ ઘણી પસંદ છે, તેમાંથી કુછ કુછ હોતા હૈ સૌથી ખાસ ફિલ્મ છે.આજે તે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.કરણ જોહરનો જન્મ 25 મે 1972ના રોજ મુંબઈમાં જ થયો હતો.કરણ જોહરની માતાનું નામ હીરૂ જોહર છે.

કરણ જોહરે પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈની ગ્રીનલેન્સ સ્કૂલમાંથી કર્યો હતો અને એચઆર કોલેજ ઓફ કોમર્સમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.આ સિવાય કરણ જોહરે ફ્રેન્ચમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.કરણ જોહર વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’થી ડેબ્યૂ કર્યું હતું.આ ફિલ્મમાં કરણે શાહરૂખ ખાનના મિત્રનો ખૂબ જ નાનો રોલ પણ કર્યો હતો.16 ઓક્ટોબર 1998ના રોજ રીલિઝ થયેલી ‘કુછ કુછ હોતા હૈ’ તેમની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ હતી.આ ફિલ્મ તે સમયે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મની વાર્તા લવ ટ્રાયગલ પર આધારિત હતી જેમાં કાજોલ, રાની મુખર્જી અને શાહરૂખ ખાન જોવા મળ્યા હતા.કરણ જોહરને પહેલી જ ફિલ્મ માટે ખૂબ જ વખાણ મળ્યા અને તેના માટે તેને ઘણા એવોર્ડ પણ મળ્યા.

કરણ જોહરને જૂના હિન્દી ગીતો પર ડાન્સ કરવાનો શોખ હતો અને બાળપણથી જ તેને બોલિવૂડ ફિલ્મોનો શોખ હતો.વર્ષ 1989માં કરણ જોહર પહેલીવાર દૂરદર્શન ટીવી ચેનલના શો ‘ઇન્દ્રધનુષ’માં શ્રીકાંતના રોલમાં જોવા મળ્યો હતો.કરણ જોહરના બેસ્ટ ફ્રેન્ડમાં શાહરૂખ ખાનનું નામ આવે છે, જેની સાથે કરણે ઘણી ફિલ્મો કરી છે.