Site icon Revoi.in

કરણ જોહરની આ ફિલ્મમાં જોવા મળશે રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર 

Social Share

 મુંબઈ :બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર ફરી એકવાર સિલ્વર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. બંને કરણ જોહરની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં સાથે જોવા મળશે. કરણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મની મોશન પોસ્ટ શેર કરી છે. આ ફિલ્મમાં રાજકુમાર અને જાહ્નવી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને તેનું નિર્દેશન ગુંજન સક્સેના દિગ્દર્શક શરણ શર્મા કરશે.

કરણે ફિલ્મની મોશન પિક્ચર્સ શેર કરી છે જેમાં રાજકુમાર અને જાહ્નવી કપૂરનો અવાજ સંભળાઈ રહ્યો છે. રાજકુમાર કહે છે કે,ક્યારેક સપના પૂરા કરવા માટે, તો આપણે જાહ્નવીને એવું કહેતા સાંભળીએ છીએ કે,લોકોની જરૂરત છે. તેનો અર્થ એ છે કે કેટલીકવાર તમારે એક સ્વપ્ન સાકાર કરવા માટે બે લોકોની જરૂર હોય છે. આ પોસ્ટરને શેર કરતા કરણે લખ્યું, એક સપનાની પાછળ બે લોકો પીછો કરી રહ્યા છે, પ્રસ્તુત છે Mrandmrs mahi.

આ ફિલ્મ 2022માં 7 ઓક્ટોબરે રિલીઝ થશે.રાજકુમાર રાવ ક્રિકેટર તરીકે દેખાશે. આ એક સ્પોર્ટ્સ ફિક્શન ડ્રામા છે. શરણ શર્મા થોડા સમયથી આ વાર્તા પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા હતા અને હવે તેને ફ્લોર પર લેવા માટે તૈયાર છે. આ પહેલા બંને રુહીમાં સાથે જોવા મળ્યા હતા. તે એક હોરર કોમેડી ફિલ્મ હતી. બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

જાહ્નવી કપૂર દોસ્તાના 2માં જોવા મળશે. આ સિવાય તેમના ઘણા પ્રોજેક્ટ છે. જાહ્નવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું અને કેપ્શન લખ્યું, એક સપનાની પાછળ બે દિલની સફર થવાની છે.