Site icon Revoi.in

કરીનાએ મઘર્સ-ડે પર પોતાના બે બાળકો સાથેનો ફોટો શેર કર્યો

Social Share

મુંબઈ: મધર્સ-ડેની ઉજવણી માટે આજે તમામ લોકો દ્વારા કાંઈકનું કાંઈક કરવામાં આવી રહ્યું છે, લોકો સોશિયલ મીડિયા પર માતાનો ફોટો શેર કરીને માતાનો આભાર વ્યક્ત કરી રહ્યા છે તો ગુગલ પર ડૂડલ બનાવીને વિશ્વની તમામ માતાનો આભાર વ્યક્ત કરી રહ્યું છે.

આવામાં કરીના કપૂર ખાને પણ સોશિયલ મીડિયા પર પોતાના બંન્ને પુત્રોનો ફોટો શેર કર્યો છે. બોલિવૂડ સેલેબ્સ પણ આ દિવસને પોતાની માતા માટે ખાસ બનાવી રહ્યા છે. અભિનેત્રીએ હજુ પણ બીજા પુત્રની તસવીરો ચાહકો સાથે શેર કરી ન હતી, પરંતુ આજે કરીના કપૂરે સોશિયલ મીડિયા પર બીજા બેબી બોયની તસવીર શેર કરી છે.

ફેબ્રુઆરીમાં કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે બીજા દીકરાનો જન્મ થયો હતો. ત્યારથી કરીનાના નાના પુત્રને મીડિયાની નજરથી સંપૂર્ણપણે દૂર રાખવામાં આવ્યો છે. લોકો રાહ જોતા હતા કે નાના નવાબની ઝલક ક્યારે જોવા મળશે, પરંતુ આજે મધર્સ ડે નિમિત્તે તેણે તેમના પુત્રની ઝલક બતાવી છે.

તેણે મોટા પુત્ર તૈમૂર સાથે નાના પુત્રની તસ્વીર શેર કરી છે. તસવીરમાં તૈમૂર નાના ભાઈને તેના ખોળામાં લઈને બેઠો છે. ફોટામાં તૈમૂર કેમેરા સામે જોતી વખતે હસતો જોવા મળી રહ્યો છે. જો કે આ ફોટામાં પણ કરીનાના નાના પુત્રનો આખો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો નથી.

Exit mobile version