Site icon Revoi.in

કરીના કપૂર ખાનનો થયો ઓમિક્રોન ટેસ્ટ ,જાણો શું આવ્યો એક્ટ્રેસનો રિપોર્ટ  

Social Share

મુંબઈ:કરીના કપૂર ખાન આ મહિનાની શરૂઆતમાં કોવિડ પોઝિટિવ થઈ હતી. કરીના કોવિડ પોઝિટિવ આવ્યા બાદ, તેના જીનોમ સિક્વન્સિંગ સેમ્પલ કસ્તુરબા ગાંધી હોસ્પિટલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ સામે આવ્યો છે. કરીના ઉપરાંત અમૃતા અરોરા, સીમા ખાન અને મહિપ કપૂરનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ છે.

BMCએ પુષ્ટિ કરી છે કે,બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનનો જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ ઓમિક્રોન માટે નેગેટિવ છે.ગયા સોમવારે કરીના કપૂર, અમૃતા અરોરા, મહિપ કપૂર અને સીમા ખાનનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઘરે, ક્વોરેન્ટાઇન કરીના સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને અપડેટ કરતી રહે છે. તે ઘર પર આઈસોલેટ રહીને તેની તસ્વીરો અને વીડિયો શેર કરવા માટે Instagram નો સહારો લે છે. તેને પોતાના કવોરેનટાઈનના 12મા દિવસે એક પોસ્ટ  કરી હતી.

ત્યાર બાદ કરીનાએ પોતાની સિગ્નેચર પાઉટ ફ્લોન્ટ કરતી એક તસવીર શેર કરી અને લખ્યું: “પાયજામા, લિપસ્ટિક અને પાઉટ!” કરીના ટૂંક સમયમાં આમિર ખાન સ્ટારર ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. તે 14 એપ્રિલ 2022 ના રોજ મોટા પડદા પર દસ્તક આપશે.