Site icon Revoi.in

કરીના કપૂર ડિલિવરીના એક મહિના બાદ શૂટમાંથી પરત ફરતા કેમેરામાં થઈ કેદ –  સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટ્રોલ

Social Share

મુંબઈ – બોલિવૂડની બેબો અને પટૌડી ખાનદાનની બહુરાની કરીના કપૂર ખાન ફરી એકવાર ટશનમાં જોવા મળી છે, બીજી વખત માતા બન્યા બાદ તે કામ પર ફરી પરત ફરી છે. 21 ફેબ્રુઆરીએ બીજા પુત્રને જન્મ આપ્યા બાદ તે સતત આરામ પર રહી હતી.

જો કે હવે કરિના ડિલિવરીના છેલ્લા દિવસો સુધી સતત કાર્રત જોવા મળી રહી હતી, છેલ્લા દિવસોમાં પણ તેણે કામમાંથી બ્રેક લીધો નહોતો. તે સોશિયલ મીડિયા દ્વારા તેના શૂટના ફોટોઝ શેર કરતી ,આ સાથે જ તેના ચાહકો પણ તેની અપડેટ્સ માટે  આતુરતાથી રાહ જોતા હોય છે.

ત્યારે હવે બેબો ફરી  પોતાનાકામ પર પરત ફરી છે, ડિલીવરી બાદ થોડા જ સમયમાં કામ પર પરત ફરતા તે ફરી ચર્ચાનો વિષય બની છે. વાત જાણે એમ છે કે,કરીના એક શૂટમાંથી બહાર આવતી જોવા મળી હતી. આ સમય દરમિયાન, તેનો ફ્રેશ લૂક અને સ્ટાઈલ  જોવા લાયક હતી. ડિલીવરીના થોડા જ સમય બાદ પણ તેના ચહેરાની ચમક ફીકી પડી નહોતી.

કરીનાના આ વાયરલ થયેલા ફોટોએ દરેકનું ધ્યાન ખેંચ્યું છે.તે સાથે જ એ બાબાત સ્પષ્ટ થાય છે કે તે ફરીથી કામ પર પરત ફરી છે. બેબોનો આ સમર લૂક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેના વખાણ થઈ રહ્યા છે.

કરીનાના એક ચાહકે લખ્યું છે કે ‘ક્વિન્સ રીટર્ન’.તો બીજાયૂઝર્સે લખ્યું છે કે, “ઓહ ગોડ, એક વખતફરી તેની સુંદરતા જુઓ અને આટલા ઓછા સમયમાં તેણે કેટલું વેઈટ લોસ કર્યું છે.” મહાન પ્રદર્શન મારી રાણી! કેટલી મહેનતુ મહિલા છે. સારું થયું!

તો કેટલાક લોકો ડિલીવરી બાદ ખૂબ જ ઓછા સમયમાં વર્ક પર પરત ફરતા કરીનાની ટીકા પણ કરી રહ્યા અને તેને ટોન્ટ મારી રહ્યા  છે, કેટલાક લોકો કહી રહ્યા છે કે તે મમતાભર્યા દિવસોને એન્જોય. કરવા નથી ઈચ્છતી, કેટલાકે કહ્યું કે પૈસા માટે લોકો કંઈ પણ કરે છે, ત્યારે કેટલાક તેના ચાહકો કરીનાના સપોર્ટમાં આવ્યા હતા અને કહ્યું કે તે જિલીવરી પહેલા પણ સતત એક્ટિવ રહેતી હતી

સાહિન-

Exit mobile version