Site icon Revoi.in

પિતા રણઘીર કપૂરે કરીના કપૂરના દિકરાનું નામ કર્યું કન્ફોર્મ, જાણો શું છે તૈમુર અલી ખાનના નાના ભાઈનું નામ

Social Share

 

મુંબઈઃ-બોલિવૂડની અભિનેત્રી કરિના કપુરે 21 ફેબ્રુઆરીના રોજ તેના બીજા પુત્રને જન્મ આપ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી તેના પુત્રના નામ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી હતી. એવા સમાચાર આવ્યા હતા કે કરીના અને સૈફે તેમના લાડકા દિકરાનું નામ રાખી દીઘું છે. જોકે આ કપલે સત્તાવાર રીતે કંઇપણ  આ અંગે કહ્યું નહોતું, પરંતુ હવે કરીનાના પિતા રણધીર કપૂરે નાના દિકરાના નામ કન્ફોર્મ કરી દીધું છે.

એવી ચર્ચાઓ એ જોર પકડ્યું હતું કે કરીના અને સૈફ તેમના નાના પુત્રને ‘જેહ’ કહાનો બોલાવે છે. ત્યારે હવે સત્તાવારરીતે પહેલી વખત કપૂર પરિવારના સભ્યએ આ નામને કન્ફોર્મ કર્યું છે, એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન રણધીર કપૂરે કહ્યું કે ‘હા, કરીના અને સૈફના નાના પુત્રનું નામ જેહ છે.’

રણઘીર કપૂરને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આ નામ ક્યારે ફાઈનલ કર્યું ત્યારે જદવાબમાંમ રણઘીરે કપૂરે જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા જ આ નામ નક્કી કરવામાં આવ્યું છે.

આ બાબતે કહેવામાં આવી રહ્યું છે કે બાળકનું બીજું નામ હવે આપવામાં આવી શકે છે. તેઓ માત્ર પ્રેમથી તેને જેહ કહી બોલાવે છે. ઉલ્લેખનીય છએ કે, તૈમૂરનું બીજું નામ ટિમ છે. ત્યારે આ જેહ એ મૂળરૂપે એક લેટિન શબ્દ છે જેનો અર્થ બ્લુ ક્રેસ્ટેડ બર્ડ થાય છે. જ્યારે પારસીમાં આ નામનો અર્થ આવવાનો, લાવવાનો એવો થાય છે.

જો કે હવે એ જોવું રહ્યું કે કરીના અને સેફ તેમના પુત્રનું ફાઈનલી જેહ નામ જ ચલાવશે કે પછી કોી બીજુ નામ પમ રાખશે