Site icon Revoi.in

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના સંબંધ વિશે બોલવાનું ટાળ્યુ કરિશ્મા કપૂરે

Social Share

મુંબઈઃ તાજેતરમાં જ બોલીવુડની અભિનેત્રી કરિશ્મા કપૂર એક રિયાલીટી શોમાં મહેમાન બનીને આવી હતી. આ દરમિયાન શોમાં ભાગ લેનારા કન્ટેસ્ટેંટને તેમના સુપરહીટ ગીતો ઉપર જોરદાર ડાન્સ કર્યો હતો. જેને નિહાળીને અભિનેત્રીએ ખુશી વ્યક્ત કરીને કંટેસ્ટેંટના વખાણ કર્યાં હતા. આ દરમિયાન અનેક સવાલો પણ કરિશ્માને પૂછવામાં આવ્યાં હતા. જેમાં શોના જજ અનુરાગ બસુએ અભિનેત્રીના પિતરાઈ ભાઈ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વિશે સવાલ કર્યો હતો. જેમાં જોરદાર રિએક્શન આપ્યું હતું.

અભિનેત્રી કરિશ્મા કપૂર બોલીવુડના જાણીતા કપૂર પરિવારની સભ્ય છે. તેમના પરિવારે બોલીવુડને અનેક સુપરસ્ટાર આપ્યાં છે. પૃથ્વીરાજ કપૂરથી લઈને રાજ કપૂર, ઋષિ કપૂર, કરીના, રણબીર અને કરિશ્માનો પણ સાવેશ થાય છે. કરિશ્માને કપૂર પરિવારના અભિનેતાઓ વિશે સવાર કર્યો હતો. જેના જવાબમાં અભિનેત્રીએ પૃથ્વીરાજ કપૂરથી લઈને તમામ લોકોના નામ ગણાવ્યાં હતા. આ દરમિયાન આલિયા ભટ્ટનો પણ ઉલ્લેખ થયો છે. અનુરાગ બાસુની આ વાત ઉપર અભિનેત્રી કરિશ્માએ હંસતા-હંસતા મોઢા ઉપર ઝીપ લગાવવાની એક્શન કરીને કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી શો ઉપર હાજર તમામ લોકો હસવા લાગ્યાં હતા.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક-બીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. તેમના લગ્નની અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. જો કે, કોવિડને કારણે લગ્ન ટળી રહ્યાંનું મનાઈ રહ્યું છે. જો કે, મીડિયા રિપોર્ટ અનુસાર બંને આવતા વર્ષે લગ્નના બંધનમાં બંધાય તેવી શકયતા છે. આલિયા અવાર-નવાર કપૂર પરિવારના સભ્યો સાથે જોવા મળે છે.

(Photo - Social Media)

 

Exit mobile version