Site icon Revoi.in

કર્ણાટકના મુખ્યમંત્રી  બસવરાજ બોમાઈ કોરોના સંક્રમિત થયા,ટ્વિટ કરીને આપી જાણકારી

Social Share

6 ઓગસ્ટ, બેંગલુરુઃ- દેશભરમાં રોજેરોજ કોરોનાના કેસો 17 હજારથી વધુ નોધાઈ રહ્યા છે , આ પરથી કહી શકાય છે કેકોરોના હજી સંપૂર્ણપણે ગયો નથી, કોરોનાના કેસો દેશમાં રોજેરોજ આવી રહ્યા છે આવી સ્થિતિમાં અનેક સેલિબ્રિટીઓ અને નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવતા જોવા મળ્યા છે. ત્યારે આજરોજ કર્ણાટકના મુખ્ય મંત્રી બસવરાજ બોમાઈ કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી મળી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે તેઓ આજરોજ નવી દિલ્હીમાં ઘણી બેઠકોમાં હાજરી આપવાના હતા, તેમણે શનિવારે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો ત્યાર બાદ તેમના અનેક કાર્યક્રમો રદ કર્યા હતા કારણ કે તેમનો રુપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ બાબતને લઈને તેમણે પોતાના નટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું છે અને લોકોને જાણકારી આપી છે,તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે “મને હળવા લક્ષણો સાથે કોરોનાનો રિપોર્ટ સકારાત્મક આવ્યો છે અને મારી જાતને આઈસોલેટ કરી દીધી છે. જેઓ છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ મહેરબામી કરીને  તમારી જાતને ક્વોરોન્ટાઈલ કરીલે અથવા તો કોરોનાનું પરિક્ષમ કરાવી લો,આજની મારી દિલ્હીની યાત્રા રદ થઈ ગઈ છે,” 

 

Exit mobile version