Site icon Revoi.in

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા એ દિલ્હી ખાતે પીએમ મોદી સાથે કરી મુલાકાત

Social Share

 

દિલ્હીઃ- આજરોજ ગુરુવારે રાજધાની દિલ્હી ખાતે કર્ણાટકના મુખ્યમંત્રી  સિદ્ધારમૈયાએ દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી સાથે  સંસદભવનમાં ખાસ મુલાકાત કરી હતી.જાણકારી પ્રમાણે કર્ણાટકના સીએમ બન્યા બાદ પીએમ મોદી સાથે સિદ્ધારમૈયાની આ પહેલી મુલાકાત છે.

જાણકારી પ્રમાણે વડાપ્રધાનને મળ્યા પહેલા મુખ્યમંત્રી રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ મળ્યા હતા. બાદમાં તેઓ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ મળ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીના રાજકીય સચિવ ગોવિંદરાજુ અને તેમના દિલ્હીના પ્રતિનિધિ ટી.બી. જયચંદ્ર પણ હાજર રહ્યા હતા.

 જો કે સીએમ સિદ્ધારમૈયા અને પીએમ વચ્ચે શું વાત ચીત થી હતી તે વાતચીતની માહિતી હજુ સામે આવી નથી. તે જ વર્ષે, કોંગ્રેસે કર્ણાટકમાં ભાજપને હરાવીને જંગી જીત મેળવી હતી.ત્યારે પીએમ મોદી સાથેની કર્ણાટકના સીએમની આ મુલાકાત ચરક્ચાનો વિષેય બનતી જઈ રહી છે.

Exit mobile version