Site icon Revoi.in

કર્ણાટકના શિક્ષણમંત્રી એ કહ્યું, ‘જ્યાં સુધી સુપ્રિમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યા સુધી શાળા-કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ’

Social Share

બેંગલુરુ:– દેશના રાજ્ય ક્રણાટકથી હિજાબ વિવાદ શરુ થયો હતો જે મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોચ્યો છે જે આદ દિન સુધી ચાલી ર્હાય છે પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન બીસી નાગેશે આજરોજ ગુરુવારે જણાવ્યું હતું કે  આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટના વિભાજિત ચુકાદા પછી રાજ્ય સરકારના શાળા અને કોલેજ કેમ્પસમાં હિજાબ પરના પ્રતિબંધને સમર્થન આપતો કર્ણાટક હાઈકોર્ટનો આદેશ માન્ય રહેશે.

સુપ્રીમ કોર્ટે આજરોજ ગુરુવારે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધને હટાવવાનો ઇનકાર કરતા કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજીઓના બેચ પર વિભાજિત ચુકાદો આપ્યો.જાણકારી પ્રમાણે જસ્ટિસ હેમંત ગુપ્તાએ હાઈકોર્ટના નિર્ણય સામેની અપીલને ફગાવી દીધી હતી, જ્યારે જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ તેને મંજૂરી આપી હતી.

શિક્ષણમંત્રીએ મીડિયા સામે આમ પણ જણાવ્યું હતું  કે કર્ણાટક સરકારને વધુ સારા ચુકાદાની અપેક્ષા હતી જે શિક્ષણ પ્રણાલીમાં સુવ્યવસ્થા લાવશે પરંતુ વિભાજિત ચુકાદો આવ્યો છે જો કે હવે આ મામલો  ઉચ્ચ બેંચને મોકલવામાં આવ્યો છે, નાગેશે ઉમેર્યું હતું કે કર્ણાટક સરકાર ઉચ્ચ બેંચ દ્વારા ચુકાદાની રાહ જોઈ રહી છે.

નાગેશે મીડિયાને કહ્યું કે એવા સમયે જ્યારે હિજાબ અને બુરખા વિરુદ્ધ વિશ્વભરમાં આંદોલન ચાલી રહ્યું છે અને મહિલા સ્વતંત્રતા ચર્ચાનો વિષય છે, ત્યારે કર્ણાટક સરકાર વધુ સારા નિર્ણયની અપેક્ષા રાખતી હતી જે શિક્ષણ પ્રણાલીમાં એકરૂપતા લાવશે, પરંતુ તે વિભાજિત  નિર્ણય આવ્યો છે.

જો કે કર્ણાટક હાઈકોર્ટનો આદેશ માન્ય રહેશે. તેથી, અમારી તમામ શાળાઓ અને કોલેજોમાં કર્ણાટક શિક્ષણ અધિનિયમ અને નિયમ, કોઈપણ ધાર્મિક પ્રતીકોને અવકાશ રહેશે નહીં. તેથી અમારી શાળાઓ અને કોલેજો કર્ણાટક હાઈકોર્ટના આદેશ મુજબ ચાલશે. એટલે કે ચૂકાદો નહી આવે ત્યા સુધી હિજાબ બેન રહેશે.