Site icon Revoi.in

કર્ણાટકની હાઈકોર્ટે ટ્વિટરને 50 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે કારણ

Social Share

 

બેંગલુરુઃ- આજરોજ 30 જુનને શુક્રવારે કર્ણાટક હાઈકોર્ટે  ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા જારી કરાયેલા કેટલાક બ્લોકિંગ અને ટેક-ડાઉન આદેશોને પડકારતી ટ્વિટર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી 2021 અને 2022 વચ્ચે જારી કરાયેલા દસ બ્લોકિંગ આદેશોને પડકારતી અરજી ટ્વિટર દ્વારા નકારી કાઢવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ટ્વિટરે કેટલાક લોકોના એકાઉન્ટ, ટ્વીટ અને URL ને બ્લોક કરવાના કેન્દ્ર સરકારના આદેશને કોર્ટમાં પડકાર્યો હતો.વધુમાં કોર્ટે કેન્દ્રના આદેશને ન માનવા બદલ ટ્વિટર પર 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે ટ્વિટર કોઈ ખેડૂત નથી, પરંતુ એક અબજ ડોલરની કંપની છે, તેને નિયમોની જાણકારી હોવી જ જોઈએ.

હાઈકોર્ટે ઠરાવ્યું છે કે ઉપરોક્ત સંજોગોમાં આ પિટિશન યોગ્યતાથી વંચિત હોવાથી બરતરફ કરવા માટે જવાબદાર છે. અરજદાર પર કર્ણાટક રાજ્યને ચૂકવવાપાત્ર રૂ. 50 લાખનો ખર્ચ લાદવામાં આવ્યો છેઆ બબાતને લઈને કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું છે કે કંપનીની અરજી યોગ્યતા વગરની હતી. જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિતની સિંગલ જજની બેંચે ચુકાદાનો ઓપરેટિવ ભાગ મૂક્યો અને ટ્વિટર પર 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે એટલું જ નહી કોર્ટે તેને 45 દિવસમાં કર્ણાટક સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચૂકવવાનો આદેશ આપ્યો છે.