Site icon Revoi.in

ટ્વિટર ઈન્ડિયાના પ્રમુખને હાઈકોર્ટ તરફથી રાહતઃ- હાલ ઘરપકડ પર લગાવાઈ રોક

Social Share

 

દિલ્હીઃ- ગાઝિયાબાદમાં મુસ્લિમ વડીલ પર થયેલા હુમલા સંબંધિત કેસમાં યુપી પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવેલા ટ્વિટર ઇન્ડિયાના પ્રમુખ મનીષ મહેશ્વરીએ કર્ણાટક હાઈકોર્ટને ગુરુવારે કહ્યું છે કે, ‘બે દિવસમાં મને મળેલી નોટીસ સાક્ષીમાંથી આરોપીમાં બદલાઈ ગઈ છે. મહેશ્વરી વતી હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે,હું ટ્વિટર ફક્ત એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છું. મારા પ્લેટફોર્મ પર વિડિઓ અપલોડ કરવામાં આવ્યો હતો. યુ.પી. પોલીસે મારા વિરુદ્ધ ગુનો નોંધીને કેસ દાખલ કર્યો હતો. પહેલા મને 160 સીઆરપીસી હેઠળ સાક્ષી તરીકે હાજર થવાનું કહેવામાં પછી બે દિવસ પછી મને બદલીને 41 એ હેઠળ નોટિસ મોકલવામાં આવી.

ટ્વિટર ઈન્ડિયાના પર્મુખે કોર્ટમાં અનેક પ્રકારની દલીલો કરી હતી, આદરમિયાન યુપી પોલીસે આ અરજીનો વિરોધ કર્યો હતો. કોર્ટે કહ્યું કે પહેલા યુપી પોલીસે સાબિત કરવું જોઈએ કે આરોપી જ  ટ્વિટર પર નિર્ણય લે છે અથવા જવાબદાર છે. કોર્ટે કહ્યું કે આ મામલે વધુ સુનાવણી જરૂરી છે. આ કેસની આગામી સુનાવણી 29 જૂને થશે ત્યાં સુધી યુપી પોલીસ આશિષ મહેશ્વરીની ધરપકડ કરશે નહીં. કોર્ટે કહ્યું કે જો પૂછપરછ કરવાની હોય તો તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે,ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના લોની વિસ્તારમાં વૃદ્ધની પીટાઈનો વીડિયો વાયરલ થવાના મામલે ટ્વટિર ઈન્ડિયા અને ટ્વિટર ઈન્ડિયાના હેડ મનિષ મહેશ્વરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ આ મામલે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

આ મામલે પોતાનો પક્ષ મૂકતા પ્રમુખ મહેશ્વરીએ ગાઝિયાબાદ પોલીસ પૂછપરછ કરે તે પહેલા જ કર્ણાટક હોઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.હુમલાના વાયરલ વીડિયો કેસમાં ટ્રાન્ઝિટે આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. મહેશ્વરીએ 23 જૂન એટલે કે બુધવારે જ આ અરજી કરી છે

સુત્રોના જણાવ્યા અનુસાર, ટ્વિટર ઇન્ડિયાના પ્રમુખની પોલીસ પૂછપરછ કરવા માટે ગાઝિયાબાદના પોલીસ સ્ટેશન પહોંચી શકે છે. માનવામાં આવે છે કે મહેશ્વરીએ સંભવિત ધરપકડ ટાળવા માટે કર્ણાટક હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. ગાઝિયાબાદના લોનીમાં વૃદ્ધો સાથે હુમલો અને વીડિયો વાયરલ થયાના મામલામાં મહેશ્વરીને ગાઝિયાબાદ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા છે.

Exit mobile version