Site icon Revoi.in

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસના આરોપીઑની તસવીર આવી સામે

Social Share

દિલ્હી: કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના આરોપી બંને શૂટરોની ઓળખ થઈ ગઈ છે. પોલીસ આ બે શૂટરોને શોધવામાં વ્યસ્ત છે. બે શૂટરમાંથી એકનું નામ રોહિત રાઠોડ અને બીજાનું નામ નીતિન ફૌજી છે. જે સ્કૂટર પર આરોપી ગોગામેડીની હત્યા કરવા આવ્યો હતો તે સ્કૂટર પણ પોલીસે કબજે કર્યું છે.

મંગળવારે બે હુમલાખોરોએ સુખદેવ સિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસીને ગોળી મારી હત્યા કરી હતી. હુમલાખોરોએ તેમની સાથે એક વ્યક્તિને પણ ગોળી મારી હતી અને ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને પકડવા માટે કડક નાકાબંધી કરવામાં આવી છે. રોહિત ગોદારા ગેંગે ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરો વાત કરવાના બહાને સુખદેવ સિંહ ગોગામેડીના ઘરમાં ઘુસ્યા હતા અને થોડીવાર વાત કર્યા બાદ તેઓએ ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું હતું. તેમના કહેવા મુજબ ગોગામેડીના ગાર્ડે પણ જવાબી કાર્યવાહી કરી હતી.બાદમાં બંને હુમલાખોરોએ તેમની સાથે રહેલા નવીન શેખાવતને ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં ગોગામેડી અને નવીનનું મોત નીપજ્યું હતું જ્યારે પરિચિત અજીત ગંભીર રીતે ઘાયલ થયા હતા. આરોપીઓને શોધવા માટે પોલીસ કડક નાકાબંધી કરીને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે.

રાજસ્થાન ડીજીપીએ કહ્યું કે લોકોને ધીરજ અને શાંતિ જાળવવાની અપીલ કરતી વખતે તેમણે પોલીસને વિશેષ તકેદારી રાખવા અને સુરક્ષા વધારવાની સૂચના આપી છે. આ ઘટનાની જવાબદારી રોહિત ગોદારા ગેંગે લીધી છે. આને ધ્યાનમાં રાખીને પોલીસ બદમાશોના સંપર્કમાં રહેલા લોકોની ઓળખ કરીને પડોશી જિલ્લાઓ અને બિકાનેર વિભાગમાં સતત દરોડા પાડી રહી છે.

Exit mobile version