1. Home
  2. Tag "murder case"

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરાડની અમેરિકામાં ગોળીમારીને કરાઈ હત્યા

નવી દિલ્હીઃ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો મુખ્ય આરોપી ગોલ્ડી બરાડની હત્યા થયાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર તેની અમેરિકામાં ગોળીમારીને હત્યા કરી હતી. ગોલ્ડીની હત્યાની જવાબદારી ડલ્લા-લખબીર ગેંગે લીધી હતી. ગોલ્ડી બરાડનું અસલી નામ સતિંદરજીત સિંહ છે. તેનો જન્મ 1994માં પંજાબના મુક્તસર સાહિબ જિલ્લામાં થયો હતો. ગોલ્ડીના પિતા પંજાબ પોલીસમાં ઉચ્ચ અધિકારી […]

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસના આરોપીઑની તસવીર આવી સામે

દિલ્હી: કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના આરોપી બંને શૂટરોની ઓળખ થઈ ગઈ છે. પોલીસ આ બે શૂટરોને શોધવામાં વ્યસ્ત છે. બે શૂટરમાંથી એકનું નામ રોહિત રાઠોડ અને બીજાનું નામ નીતિન ફૌજી છે. જે સ્કૂટર પર આરોપી ગોગામેડીની હત્યા કરવા આવ્યો હતો તે સ્કૂટર પણ પોલીસે કબજે કર્યું છે. મંગળવારે બે હુમલાખોરોએ સુખદેવ સિંહ […]

મધ્યપ્રદેશઃ પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા અને પોલીસને ગેરમાર્ગે દોરવા ફિલ્મી પ્લોટ ઘડ્યો હતો

ભોપાલઃ મધ્યપ્રદેશના અશોકનગર શહેરમાં યુવકની ગુમ થવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગુમ થયેલા યુવકની છ મહિના પહેલા તેની જ પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવા છુપાવવા માટે આરોપી પત્ની અને પ્રેમીએ ફિલ્મ સ્ટાર અજય દેવગનની સસ્પેન્સ થ્રીલર ફિલ્મના પ્લોટના આધારે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, […]

બારડોલીમાં સગીરા ઉપર દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા

અમદાવાદઃ બારડોલીમાં 11 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવાના ચકચારી બનાવમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. અદાલતે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક આરોપીને ફાંસીની સજા ફરમાવી હતી. જ્યારે અન્ય એક આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી. કેસની હકીકત અનુસાર 20 ફેબ્રુઆરી 2022ના રોજ 11 વર્ષની માસુમ બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા […]

ઉમેશ પાલ હત્યાકેસઃ અશરફને જેલના કેટલાક કર્મચારીઓ જરુરી સુવિધા પુરી પાડતા હતા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થયાં છે. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કુખ્યાત અતિક અને બરેલી જેલમાં બંધ તેનો ભાઈ અશરફે સમગ્ર કાવતરુ ઘડ્યું હતું. આ પ્રકરણમાં બરેલી જેલના કેટલાક કર્મચારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. જેલના કેટલાક કર્મચારીઓ અશરફને જેલ સંકુલમાં જ તેના સાગરિતો સાથે મુલાકાત કરાવતો હતો. […]

ઉત્તરપ્રદેશમાં ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં સાબરમતી જેલનું કનેકશન સામે આવ્યું

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં યોગી શાસનમાં અનેક ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે. આવા માફિયાઓમાં અતિક અહમદનો પણ સમાવેશ થાય છે, હાલ અતિક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં ઉમેશ પાલ હત્યા કેસમાં ફરીથી રાજકારણ ગરમાયું છે. સાબરમતી જેલમાં બંધ અતિક અહમદના ઈશારા ઉપર આ હત્યાને અંજામ આપવામાં આવ્યાનું ખૂલ્યું છે. જેથી […]

સગીર દિકરીની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતી માતાની સજામાં હાઈકોર્ટે ઘટાડો કર્યો

બેંગ્લોરઃ તમિલનાડુમાં સગીર દિકરી ઉપર કેરોસીન છાંટીને આગ ચાંપીને તેની હત્યા કરનાર માતાની સજા હાઈકોર્ટે ઘટાડી હતી. સ્થાનિક અદાલતે મહિલાને તકસીરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી હતી. સ્થાનિક અદાલતના ચુકાદાને મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે સુનાવણીના અંતે આજીવન કેદની સજા ઘટાડીને 10 વર્ષની સજાનો આદેશ કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં જ સ્થાનિક મહિલા અદાલત […]

નુપુર શર્માને સમર્થન કરનાર ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, તબલીગી જમાતની સંડોવણી ખુલી

ભોપાલઃ ભાજપના પૂર્વ નેતા નુપુર શર્માના મહોમદ પેગંમ્બર અંગેના નિવેદનને સમર્થન આપનારા અમરાવતી ફાર્માસિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસનીશ એજન્સી NIAએ કહ્યું કે, ઉમેશ કોલ્હેની હત્યા કરનાર વ્યક્તિ તબલીગી જમાતનો હતો. સામાજિક કાર્યકર્તા ઈરફાન ખાન અને મૌલવી મુશ્ફિક અહેમદ તેને ઉશ્કેરતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલ્હે અમરાવતીમાં પોતાનો મેડિકલ સ્ટોર ચલાવતા […]

પૂર્વ પીએમ રાજીવ ગાંધી હત્યા કેસમાં 6 આરોપીઓને મુકત કરાશે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નલિની અને આરપી રવિચંદ્રન સહિત છ આરોપીઓને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના તમામ છ દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ દોષિતોમાં નલિની અને આરપી રવિચંદ્રનનો પણ સમાવેશ થાય છે જેમણે રાજીવ ગાંધીની […]

ગુજરાતમાં બિશ્નોઇ ગેંગના પકડાયેલા ગેંગસ્ટર પૈકી બે સિદ્ધુ મુંસેવાલાની હત્યાના શાર્પ શૂટર: દિલ્હી પોલીસ

ભુજઃ કચ્છના જિલ્લાના મુંદરા તાલુકાના બારોઈમાંથી દિલ્હી પોલીસની ખાસ ટીમે ઝડપી લીધેલા કુખ્યાત બિશ્નોઈ ગેંગના ત્રણ ગેંગસ્ટર્સ પૈકી બે શાર્પશુટરો લોકપ્રિય પંજાબી ગાયક સિધુ મુસેવાલાની હત્યા કેસમાં સંડાવાયેલા છે,  શાર્પશુટર કશિશ અને પ્રિયવ્રત ઊર્ફે અશોક ઊર્ફે ફૌઝીએ સિદ્ધુ મુસેવાલા પર એકે એસોલ્ટ રાયફલથી ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. જ્યારે, કેશવકુમારે હત્યા બાદ કશિશ અને ફૌઝીને નાસવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code