1. Home
  2. ગુજરાતી
  3. આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ: દેશમાં થેલેસેમિયાના લગભગ 1 લાખ દર્દીઓ
આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ: દેશમાં થેલેસેમિયાના લગભગ 1 લાખ દર્દીઓ

આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ: દેશમાં થેલેસેમિયાના લગભગ 1 લાખ દર્દીઓ

0
Social Share

નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં સચિવ અપૂર્વ ચંદ્રાએ આ રોગની સમસ્યાનું સમાધાન કરવા માટે સમયસર થેલેસેમિયાની તપાસ અને તેની રોકથામનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યોગ્ય સમયે તેને અટકાવીને જ આ રોગનો બોજ ઘટાડી શકાય છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ આજે અહીં આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે, “સમયસર તપાસ અને નિવારણ એ થેલેસેમિયાનો સામનો કરવા માટેની સૌથી અસરકારક વ્યૂહરચના છે.” તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં થેલેસેમિયાના લગભગ 1 લાખ દર્દીઓ છે, જેમાં દર વર્ષે આશરે 10,000 નવા કેસ નોંધાય છે. તેમણે સ્ક્રિનિંગ મારફતે સમયસર તપાસ દ્વારા સહાયિત સક્રિય હસ્તક્ષેપ માટેની તાકીદ પર ભાર મૂક્યો.

અપૂર્વ ચંદ્રાએ આ વિષયમાં વિસ્તૃત જાગૃતિ લાવવાની મહત્ત્વપૂર્ણ જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “હજી પણ ઘણા લોકો આ રોગથી અજાણ છે અને આને કેવી રીતે રોકી શકાય છે. થેલેસીમિયા અંગે જાગૃતિ લાવવા માટે આ ક્ષેત્રના તમામ હિસ્સેદારો દેશવ્યાપી અભિયાન માટે સહયોગ કરે તે હિતાવહ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે, તેમણે થેલેસેમિયા માટે અસરકારક નિવારણ પદ્ધતિઓ અને શ્રેષ્ઠ સારવારને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન એસોસિએશન ઓફ પેડિયાટ્રિક્સ એન્ડ થેલેસેમિક્સ ઇન્ડિયાના સહયોગથી બનાવેલ એક વિડિઓ લોન્ચ કર્યો હતો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે એનએચએમ હેઠળ વર્તમાન પ્રજોત્પતિ અને બાળ સ્વાસ્થ્ય (આરસીએચ) કાર્યક્રમોમાં ફરજિયાત થેલેસેમિયા પરીક્ષણને સામેલ કરવાની હિમાયત પણ કરી હતી, જેનો ઉદ્દેશ આ રોગનાં વ્યાપને ઘટાડવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, કેટલાંક રાજ્યોએ આ બાબતને તેમનાં જાહેર સ્વાસ્થ્ય કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં સામેલ કરી છે; અન્ય રાજ્યોને થેલેસેમિયા માટે સ્ક્રિનિંગ અને પરીક્ષણને શામેલ કરવા અને વિસ્તૃત કરવા વિનંતી કરવામાં આવશે.

થેલેસેમિયા એ વારસાગત રક્ત વિકાર છે જે શરીરમાં સામાન્ય કરતા ઓછું હિમોગ્લોબિનનું કારણ બને છે. દર વર્ષે ઉજવવામાં આવતો, આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ રોગનિવારણના મહત્વ પર ભાર મૂકવા, જાગૃતિ લાવવા, હિતધારકોને સંવેદનશીલ બનાવવા, વહેલી તકે તપાસને પ્રોત્સાહન આપવા અને થેલેસેમિયાથી અસરગ્રસ્ત લોકો માટે ગુણવત્તાયુક્ત સંભાળ સુનિશ્ચિત કરવા માટે એક નિર્ણાયક મંચ તરીકે સેવા આપે છે. આ વર્ષની થીમ “એમ્પાવરિંગ લાઇવ્ઝ, એમ્બ્રેસિંગ પ્રોગ્રેસઃ ઇક્વિટેબલ એન્ડ એક્સેસિબલ થેલેસેમિયા ટ્રીટમેન્ટ ફોર ઓલ”માં વ્યાપક થેલેસેમિયા કેર માટે સાર્વત્રિક સુલભતા તરફના સામૂહિક મિશનનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે શ્રીમતી આરાધના પટનાયક, એએસએન્ડ એમડી (એનએચએમ); ડૉ. જી. વી. બાસવરાજા, પ્રેસિડન્ટ, ઇન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ; સુશ્રી શોભા તુલી, સેક્રેટરી, થેલેસેમિક્સ ઇન્ડિયા; આઈએપીના પીએચઓ ચેપ્ટરના માનદ સચિવ ડો. માનસ કાલરા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code