
ખોવાયેલો મોબાઈલ શોધવો સરળ, આ સરકારી વેબસાઈટ કરશે તમારી મદદ, લાખો ફોન મળ્યા
સ્માર્ટફોન ચોરી કે ગુમ થવા પર ન માત્ર હજારો રૂપિયાનું નુકસાન થાય છે, પરંતુ ઘણા લોકોનો ડેટા, ફોટો અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ પણ ગુમ થઈ જાય છે.
- ખોવાયેલો ફોન શોધવાની રીત
તેથી આજે તમને લાપતા મોબાઈલ કે ચોરી અથવા ગુમ થયેલ ફોનની જાણકારી મેળવવાની એક ખાસ રીત જણાવી રહ્યાં છીએ, જાણો વિગત
- DoT india એ જણાવી રીત
X પ્લેટફોર્મ પર ડિપાર્ટમેન્ટ ઓપ ટેલીકમ્યુનિકેશને એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં જણાવ્યું કે સંચાર સાથી શોધી લે છે લાપતા મોબાઈલ.
- આટલા લાખ ફોન મળ્યા
એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટમાં જણાવ્યું કે આશરે 1.32 લાખ ચોરી/ગુમ મોબાઈલની જાણકારી મેળવી તેને તેના માલિકોને સોંપી દેવામાં આવ્યા છે.
- આ પોર્ટલ પર પહોંચો
પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે રિપોર્ટ સંચાર સાથી પોર્ટલ (Sancharsaathi.gov.in/) પર જઈને કરો.
- આ ઓપ્શન પર કરો ક્લિક
ત્યારબાદ મોબાઈલ કે લેપટોપ સ્ક્રીન પર એક વેબસાઈટ ઓપન થશે. અહીં યૂઝર્સને Block Your Lost/Stolen Mobile નો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.
- પોર્ટલ પર આપો જાણકારી
ત્યારબાદ ચોરી થયેલ ફોનની વિગત આપો અને IMEI નંબર સબમિટ કરો. અહીં રોચીનું લોકેશન અને માલિકની વિગત આપવી પડશે.
- અંતમાં સબમિટ કરો
પોલીસ ફરિયાદ દાખલ કરવી પડશે. ત્યારબાદ કેપ્ચા, મોબાઈલ નંબર અને ઓટીપી આવ્યા બાદ સબમિટ કરો.
- રાખો ધ્યાન
કોઈપણ વેબસાઈટ પર ઓટીપી એન્ટર કરતા પહેલા તેની સત્યતા તપાસો. ઈન્ટરનેટ પર ઘણી ફેક વેબસાઈટ હાજર છે, જે સરખા નામની સાથે હોય છે. તેમાં તમે છેતરાઈ શકો છો.
.