1. Home
  2. ગુજરાતી
  3. નુપુર શર્માને સમર્થન કરનાર ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, તબલીગી જમાતની સંડોવણી ખુલી
નુપુર શર્માને સમર્થન કરનાર ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, તબલીગી જમાતની સંડોવણી ખુલી

નુપુર શર્માને સમર્થન કરનાર ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, તબલીગી જમાતની સંડોવણી ખુલી

0
Social Share

ભોપાલઃ ભાજપના પૂર્વ નેતા નુપુર શર્માના મહોમદ પેગંમ્બર અંગેના નિવેદનને સમર્થન આપનારા અમરાવતી ફાર્માસિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસનીશ એજન્સી NIAએ કહ્યું કે, ઉમેશ કોલ્હેની હત્યા કરનાર વ્યક્તિ તબલીગી જમાતનો હતો. સામાજિક કાર્યકર્તા ઈરફાન ખાન અને મૌલવી મુશ્ફિક અહેમદ તેને ઉશ્કેરતા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોલ્હે અમરાવતીમાં પોતાનો મેડિકલ સ્ટોર ચલાવતા હતા. 21 જૂનની સાંજે ત્રણ લોકોએ મળીને તેની હત્યા કરી હતી. તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં આરોપીઓએ તેમને ઘેરી હત્યા કરી નાખી હતી.

હત્યાની રાત્રે કોલ્હેની પુત્રવધૂ અને પુત્ર અન્ય બાઇક પર હતા. તેઓએ કોલ્હેને બચાવવાની કોશિશ કરી પરંતુ સફળ થઈ શક્યા નહીં. NIA અનુસાર, આરોપીઓ પહેલાથી જ કોલ્હેનો પીછો કરી રહ્યા હતા અને તકની શોધમાં હતા. બીજી વખત તેમણે આ હત્યાને અંજામ આપ્યો હતો. NIAએ 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. એજન્સીએ દાવો કર્યો છે કે, ઉમેશ કોલ્હેની હત્યા તબલીગી જમાતના કટ્ટરપંથી ઈસ્લામીએ કરી હતી.

NIAએ કહ્યું કે કોલ્હેની હત્યાના એક અઠવાડિયા પછી, ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ કન્હૈયાનું માથું કાપી નાખ્યું હતું. આ ઘટનાઓ નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ પરના વિવાદાસ્પદ નિવેદન બાદ બની હતી. કટ્ટરપંથી સંગઠનોએ નૂપુર શર્માનું સમર્થન કરનારાઓને નિશાન બનાવ્યા હતા.

NIAની ચાર્જશીટ મુજબ યુસુફ ખાન નામના આરોપીએ હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું. તે વેટરનરી ડોક્ટર છે. તેણે વોટ્સએપ ગ્રુપ પર કોલ્હે વિરુદ્ધ લખવાનું શરૂ કર્યું. યુસુફે કોલ્હેની એક પોસ્ટનો સ્ક્રીનશોટ લીધો અને તેને અન્ય જૂથો પર શેર કર્યો, જેમાં કલિમ ઈબ્રાહિમ નામના ઈરફાન દ્વારા બનાવેલ જૂથનો સમાવેશ થાય છે. આ મેસેજ ફરતા થયા પછી જ કોલ્હેની હત્યાનું ષડયંત્ર શરૂ થયું.

એજન્સીએ દાવો કર્યો છે કે 19 જૂને મુખ્ય આરોપી મોહમ્મદ શોએબ, અતીબ રશીદ, ઈરફાન અને શહીમ અહેમદ ગૌસિયા હોલમાં મળ્યા હતા. આ પછી જૂથે કોલ્હેને મારવાનું નક્કી કર્યું. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ઈરફાને હત્યા સમયે બધાને મોબાઈલ ફોન પોતાની સાથે ન રાખવાનું કહ્યું હતું. આ સિવાય તમામ કાળા ટી-શર્ટ અને પેન્ટ પહેરો અને ચહેરો ઢાંકીને રાખો. આ પછી ઈરફાનના નેતૃત્વમાં સમગ્ર આતંકવાદી જૂથની રચના કરવામાં આવશે. તેમનો ઉદ્દેશ્ય લોકોના હૃદયમાં ગભરાટ પેદા કરવાનો હતો. કોલ્હેની હત્યા બાદ જૂથે ઉજવણી કરી અને પાર્ટી કરી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code