Site icon Revoi.in

કાર્તિક આર્યને માધુરી દિક્ષીતના આ ગીત ઉપર કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

Social Share

મુંબઈઃ બોલીવુડના અભિનેતા કાર્તિક આર્યનના સોશિયલ મીડિયા ઉપર લાખો પ્રશંસકો છે. અભિનેતાને યુવતીઓ જ નહીં નાના-મોટા સૌ કોઈ પસંદ કરે છે. તેમજ કાર્તિક આર્યન સોશિયલ મીડિયા ઉપર સતત એક્ટિવ રહે છે. તેમજ ફોટા અને વીડિયો અવાર-નવાર શેયર કરે છે. દરમિયાન અભિનેતાએ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે.


અભિનેતાએ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેયર કરી છે. જેમાં તેઓ કુલ અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે. કાર્તિક આર્યન વીડિયોમાં અભિનેત્રી માધુરી દીક્ષિતના જાણીતા ગીત ચોકી કે પીછે ક્યાં હે ગીત ઉપર ડાન્સ કરતો જોવા મળે છે. વીડિયોમાં અભિનેતાની પાછલ બે વ્યક્તિઓ પણ જોવા મળે છે. જે તેને ફોલો કરે છે.  કાર્તિક આર્યનનો આ ડાન્સ કરતો વીડિયો તેમના પ્રશંસકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. તેમજ તેને લાઈક કરવાની સાથે કોમેન્ટ પણ કરી રહ્યાં છે. એક યુઝર્સએ લખ્યું છે કે, કાર્તિકભાઈ મજા આ ગયા. આ વીડિયોને ગણતરીના કલાકોમાં જ બે લાખથી વધારે લોકોએ જોયો હતો.

Exit mobile version