Site icon Revoi.in

કાર્તિક-કિયારાની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ટ્રેલર રિલીઝ- મેરેજની મથામણની સ્ટોરી અને ગુજરાતી ડાયલોગ્સનો શાનદાર તડકો

Social Share

મુંબઈઃ- બોલિવૂડમાં ખૂબ જ નાની વયે પોતાની ઓળખ બનાવના સેલિબ્રિટી ેટલે કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ફરી એક વખત સ્ક્રિન શેર કરવા રેડી છે,આ બન્નેની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ સ્તય પ્રેમ કી કાથનું આજરોજ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

જૂઓ ટ્રેલર-

ટ્રેલરની શરુઆત કાર્તિકના ડાયલોગ્સથી થાય છે કાર્તિક ગુજરાતીમાં કિયારા એટલે કે કથાને પૂછે છે તું સિંગલ નથી….આમ આ ટ્રેલરમાં ગુજરાતી છટા શાનદાર જોવા મળી છે.

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જોડી પહેલીવાર ફિલ્મ ભૂલ ભુલૈયામાં જોવા મળી હતી. દર્શકોને પણ બંનેની કેમેસ્ટ્રી પસંદ આવી હતી. તે જ સમયે, હવે ફરી એકવાર બંનેની જોડી સત્યપ્રેમની વાર્તામાં રોમાન્સ કરતી જોવા મળશે.

આ રોમેન્ટિક કોમેડી ડ્રામામાં કાર્તિક આર્યનના પાત્રનું નામ સત્યપ્રેમ છે. જ્યારે કિયારા અડવાણી કથાનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મમાં બંનેની સુંદર લવસ્ટોરી બતાવવામાં આવી છે, પરંતુ આ વખતે વાર્તાનો એંગલ જૂદો જોવા મળ્યો છે.

જો ટ્રેલરની વાત કરીએ તો આ ફિલ્મમાં બન્ને પોતાના લગ્નની મુંજવણમાં જોવા મળે છે, ફિલ્મનું ટાઈટલ બન્નેના નામથી બન્યું છે, કાર્તિક ટ્રેલરમાં કેટલાક શાનદાર ગુજરાતી ડાયલોગ્સ બોલતો પણ જોવા મળે છે,સત્યપ્રેમની વાર્તા સમીર વિદ્વાંસે ડિરેક્ટ લખી  છે. તે જ સમયે, સાજિદ નડિયાદવાલાએ ફિલ્મના નિર્માણ કર્યુ છે. જો ફિલ્મની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ 29 જૂને સિનેમા ઘરોમાં  રિલીઝ થવા જઈ રહી છે.કાર્તિકની ફિલ્મ શહેજાદા ઠીકઠાક રહી હતી ત્યારે જોવું રહ્યું કે ભૂલ ઊૂલૈયાની જેમ કિયારા સાથેની તેની જોડી દર્શકો પસંદ કરે છે કે કેમ?