Site icon Revoi.in

ટાર્ગેટ કિલિંગને લઈને  કાશ્મીરી પંડિતોની સામૂહિક સ્થળાંતર કરવાની ચેતવણી – ઠેર ઠેર પ્રદર્શન

Social Share

 

 

શ્રીનગર  – છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે આજ રોજ પણ મહિલા શિક્ષિકાની ગોળઈ મારીને હત્યા કરવામાં આવી હતી ,હવે આતંકીોના ત્રાસથી કંટાળીને કાશ્મીરી પંડિતો રસ્તા પર ઇતરી આવ્યા છે તેમણે કાશ્મીરમાં ઠેર ઠેર પ્રદર્શન કરવાનું શરુ કર્યું છે .

આ પ્રકારની ઘટનાને લઈને ભારે વિરોધ નોંધાયો છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ દ્વારા એક હિન્દુ શિક્ષકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ પછી કાશ્મીરી પંડિતો ફરી એકવાર રસ્તા પર આવી પડ્યા અને પોતાના માટે અવાજ ઉઠાવ્યો છે. કાશ્મીરી પંડિતો ઘાટીમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આ સાથએ જ તેમણે ચેતવણી આપી હતી કે જો જમ્મુ અને કાશ્મીર સરકાર 24 કલાકની અંદર તેમને સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરિત કરવાનો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે  તો તેઓ આ વિસ્ચતાકરમાં છી મોટી સંખ્યામાં સ્થળાંતર કરશે. 

કાશ્મીરમાં વડાપ્રધાનના રોજગાર પેકેજ હેઠળ કામ કરતા કાશ્મીરી પંડિતો કામનો બહિષ્કાર કરી રહ્યા છે. તેઓ કહે છે કે તેઓ ખીણ વિસ્તારમાં કેદીઓનું જીવન જીવવા માંગતા નથી. તેથી તેમને ખીણમાંથી બહાર ખસેડવા જોઈએ. સરકાર તેમને મોટા-મોટા આશ્વાસન આપે છે, પરંતુ આનાથી તેમનો જીવ સુરક્ષિત નથી.

શ્રીનગરના બટવારા વિસ્તારમાં કાશ્મીરી પંડિતોએ રસ્તો રોક્યો છે. તેમની માંગણી માટે જોરથી સૂત્રોચ્ચાર કરતા રોડ બ્લોક કરી દીધો છે. જેના કારણે રોડની બંને બાજુ બ્લોક થઈ ગઈ છે. પોલીસ અને સુરક્ષા દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે હવે પોતાની સુરક્ષાને લઈને કાશઅમીરી પંડિતોએ એવાજ ઉઠાવ્યો છે,આ પ્રદર્શન કાશ્મીરની જૂદા જૂદા સ્થળો એ જોવા મળી રહ્યું છે.

12 મેના રોજ કાશ્મીરી પંડિત કર્મચારી રાહુલ ભટની હત્યા બાદથી ઘાટીમાં કાશ્મીરી પંડિતો આંદોલન કરી રહ્યા છે. તેમની માંગ છે કે જ્યાં સુધી કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમને કાશ્મીર સિવાય દેશમાં ગમે ત્યાં સહીસલામત રાખવામાં આવે

 

Exit mobile version