Site icon Revoi.in

સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે કેપ્સિકમ મરચા જાણો તેના સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે

Social Share

લીલાશાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયગાકારક ગણવામાં આવે છે, જેમાં લીલા પાનવાળા શાકભાજીને ઈમ્યૂનિટી બૂસ્ટર કહેવાય છે, શાકભાજીમાં શિમલા મરચા પણ ખાવા એટલા જ ઉપયોગી છે જેટલા બીજા શઆકભાજી ખાવા મહત્વના છે,લીલી કલરના શિમલા મરચા ખૂબજ ગુણકારી ગણાય છે, શરિરમાં થતી કેટલીક બિમારીઓનો નાશ કરવામાં આ મરચા કારગાર સાબિત થાય છે.

શિમલા મરચા એક બાજુ વિટામીન સી થી ભરપૂર હોય છે અને તે વિટામીન એ અને બીટા કેરોટીનનો એક મહત્વનો સોર્સ છે. આ મરચાનું સેવન ઘણી રીતે કરી શકાય છે. એના સેવનથી તમે પોતાને લાંબા સમય સુધી ચુસ્ત અને તંદુરસ્ત રહી શકો છો. શિમલા મરચામાં કેેલેરી નહીવત જોવા મળે છે, અને એટલા માટે જ સલાડમાં ષશિમલા મરચાનો ભરપુપર ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેનાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.

શિમલા મરચા ખાવાના અનેક ફાયદાઓ

શિમલા મરચા ખાવાથી ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. આ મરચામાં વિટામીન સી પૂરતા પ્રમાણમાં હોય છે.શિમલા મરટાનું સેવન મગજ માટે પણ ફાયદાકારક છેતેનું સેવન કરવાથીતણાવ ઓછો કરવા, અસ્થમા અને કેન્સર જેવી બિમારીઓમાં રાહત મળે છે.

ખાસ કરીને વેઈટ લોસ કરવા પણ શિમલા મરચાનો ઉપયોગ કરવો જોઈએ, જે લોકો વજન ઘટાડવા ઇચ્છે છે એમના આ મચરાનું શાક, સલાડ ખૂબ ફાયદો કરાવે છે.શિમલા મરચામાં ઓછી કેલેરી હોય છે જેના કારણે વજન વધવાની શક્યતા ખૂબ જ ઓછી થઇ જાય છે. મેટાબૉલિઝમ યોગ્ય કરવામાં તમને મદદરૂપ થાય છે.

શિમલા મરચા હૃદય માટે ફાયદાકારક ગણવામાં આવે છે,તેમાં ફલેવૉનાઇડ્સ હોવાથી ઘણા પ્રકારની હૃદય સમસ્યાઓને તમારાથી દૂર રાખે છે.તેના સેવનથી શરીરમાં ઑક્સીજનનો સપ્લાય યોગ્ય રીતે કરવામાં મદદરૂપ મળે છે,શરીરમાં આયરનના અવશોષણને વિટામીન સી ની જરૂર હોય છે અને શિમલા મરચામાં વિટામીન સી પૂરતા પ્રમાણમાં હોય છે. એટલા માટે જ્યારે તમે એનું સેવન કરો છો તો વિટામીન સી આયરનની કમી રહેતી નથી