Site icon Revoi.in

ફિલ્મ ‘ઘ કેરળ સ્ટોરી’ની બોક્સ ઓફીસ પર શાનદાર કમાલ, 200 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં

Social Share

મુંબઈઃ-  ફિલ્મ ઘ કેરળ સ્ટોરી એ બોક્સ ઓફીસ પર શાનદાર કમાલ કરી છે ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થયા બાદ હવે 200 કરોડની સામેલ થવાની તૈયારીમાં છે આ ફિલ્મ 5 મેના રોજ સિનેમાઘરો માં રિલીઝ થઈ હતી ત્યારથી ઘણા વિવાદોમાં હતી કેટલાક રાજ્યોને ફિલ્મ પર બેન મૂક્યો તો કેટલાક રાજ્યોએ ફિલ્મના સપોર્ટમાં ફિલ્મને કર મૂક્ત કરી જો કે હવે આ ફિલ્મ શાનદાર કલેક્શન કરવામાં સફળ રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ફિલ્મ રિલીઝ થયાના માત્ર 15 દિવસમાં જ 200 કરોડની કમાણી કરવાની પાસે પાસે પહોંચી ગઈ છએ આ સાથે જ શાહરુખની ફિલ્મ પઠાણ બાદ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની છએ જો કે આવનારા દિવસોમાં ફિલ્મને જો હજી પણ દર્શકો મળતા રહે છએ તો આ ફિલ્મ પઠાણને પછાડી શકે છે.

દાઉલ્લેખનીય છે રે ફિલ્મના કલાકારો અશર્મા, યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઇદનાની શાનદાર એક્ફિટિંગે પણ લોકોના દિલ જીત્યા છે,આ ફિલ્મે 14 દિવસમાં 171.72 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ 15માં દિવસે ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો શુક્રવારે ફિલ્મે 6 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ રીતે ફિલ્મનું ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શન 177.72 કરોડ થઈ ગયું છે. હવે આ ફિલ્મ ધીમે ધીમે 200 કરોડના ક્લબની નજીક પહોંચી રહી છે.

આ ફિલ્મ લવજેહાદ પર આઘારિત ફિલ્મ છે જેમાં 3 યુવતીોની કથા વર્ણવામાં આવી છે.ધ કેરળ સ્ટોરી ફિલ્મમાં બ્રેઈનવોશ કરીને ધર્મપરિવર્તન કરવામાં કઈ રીતે આવે છે તે ખૂબ જ સરસ સુંદર રીતે દર્શાવ્યું છે જો કે ફિલ્મના દ્રશ્યો સૌ કોઈને હચમચાવી મૂકે તેવા છે.