Site icon Revoi.in

ફિલ્મ KGF 2 એ ‘બાહુબલી’નો તોડ્યો રેકોર્ડ – હિન્દી વર્ઝને 5 દિવસમાં જ 200 કરોડથી વધુ કમાણી કરી બોક્સ ઓફીસ પર ઘમાલ મચાવી

Social Share

ચેન્નઈઃ- હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ ઘમાઘમ ચાલી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી સાઉથની ફિલ્મો બોલિવૂડની ફિલ્મોને ટક્કર આપી લરહી છે, પહેલા બાહુબલી, પછી કેજીએફ 1 ત્યાર બાદ પુષ્પા , આરઆરઆર અને હવે કેજીએફ 2 બોક્સ ઓફીસ પર પોતાની કમાલ દેખાડી રહી છે,આ ફીલ્મ રિલીઝ થયાના એક વીકની અંદર જ બમ્પર કમાણી કરી ચૂકી છે.

ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ હિન્દીએ રિલીઝના પહેલા સોમવારે એટલે કે રિલીઝના પાંચમા દિવસે બોક્સ ઓફિસ પર રૂ. 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે તેણે હિન્દીમાં સૌથી ઝડપી 200 કરોડ રૂપિયા કમાવવાનો ફિલ્મ ‘બાહુબલી 2’નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. 

ઉલ્લેખનીય છે કે આજથી પાંચ વર્ષ પહેલા ફિલ્મ ‘બાહુબલી 2’ હિન્દીએ સાત દિવસમાં 200 કરોડની કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ‘KGF ચેપ્ટર 2’ એ તેની રિલીઝ પછી સતત પાંચમા દિવસે આ રેકોર્ડ બનાવ્યો છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર જે ઝડપે કમાણી કરી રહી છે તે જોતા લાગે છે કે ફિલ્મ તેની રિલીઝના પહેલા અઠવાડિયામાં જ હજી બમ્પર કમાણી કરશે.

ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ હિન્દીએ રિલીઝના પહેલા દિવસે એટલે કે ગુરુવારે 53.95 કરોડ રૂપિયા, શુક્રવારે રૂપિયા 46.79 કરોડ, શનિવારે રૂપિયા 42.9 કરોડ અને રવિવારે લગભગ 51 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે ફિલ્મના માત્ર હિન્દી વર્ઝને તેના પહેલા ચાર દિવસમાં 194.64 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રિલીઝના પાંચમા દિવસે એટલે કે પહેલા સોમવારે, ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 24 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કારણે ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ હિન્દીએ હવે લગભગ 219 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ જોતા એમ કહેવું રહ્યું કે હવે સાઉથની ફિલ્મોને દર્શકો મળી રહ્યા છએ, સિનેમાઘરોમાં સાઉથની ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ બૂકિંગ થવા લાગે છે,એડવાન્સ બુકિંગથી જ કરોડોની કમાણ ીશરુઆતમાં જ થી જતી હોય છે, ત્યારે હજી કેજીએફ 2 સિમેનાઘરોમાં ઘૂમ મચાવી રહી છે.આ જોતા આવનારા દિવસોમાં વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકે છે.

Exit mobile version