Site icon Revoi.in

KGF: Chapter 2 એ બીજા દિવસે આટલા કરોડની કરી કમાણી

Social Share

મુંબઈ:મોસ્ટ અવેટેડ ફિલ્મ KGF: Chapter 2 આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ઘણી કમાણી કરી રહી છે. KGF: ચેપ્ટર 2 ને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી જબરદસ્ત પ્રશંસા મળી રહી છે.ગુડ ફ્રાઈડે પર, KGF એ હિન્દી બેલ્ટમાં તેનું શાનદાર પ્રદર્શન શરુ રાખ્યું. ફિલ્મના હિન્દી વર્ઝનની કુલ ગ્રોસ બીજા દિવસે જ સો કરોડને વટાવી ગઈ છે.

KGF એ હિન્દી બેલ્ટમાં બીજા દિવસે 46.79 ની ચોખ્ખી કમાણી કરી છે. આ સાથે હિન્દીમાં તેનો કુલ બિઝનેસ બે દિવસમાં 100.74 કરોડ થઈ ગયો છે. અત્યારે, KGF 2નું શનિવાર અને રવિવારે વિશાળ કલેક્શન થવાની અપેક્ષા છે. હિન્દી વર્ઝને પહેલા દિવસે 53.95 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ભારતમાં KGF 2 એ પહેલા જ દિવસે કુલ 134.5 કરોડની કમાણી કરવામાં સફળ રહી, જ્યારે બીજા દિવસે, KGF 2 હિન્દીનું બીજા દિવસનું કલેક્શન 46.79 હતું. એટલે કે બે દિવસમાં ફિલ્મે હિન્દી દર્શકોમાં લગભગ 100 કરોડના જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો છે.

KGF: ચેપ્ટર 2 14 એપ્રિલે 5 ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ. KGF: ચેપ્ટર 2 એ આ જ નામની ફિલ્મની સિક્વલ છે, જેનું નિર્માણ હોમ્બલે ફિલ્મ્સના વિજય કિરાગંદુર દ્વારા કરવામાં આવ્યું છે.પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત KGF: ચેપ્ટર 2 એ રોકીના ઉદય અને તેના દુશ્મનો સાથેના તેના અથડામણની વાર્તા છે.આ ફિલ્મમાં સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, માલવિકા અવિનાશ, પ્રકાશ રાજ, જોન કોકેન અને સરન પણ મુખ્ય ભૂમિકામાં છે.

 

Exit mobile version