Site icon Revoi.in

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસની બહાર ફરી ખાલિસ્તાની સમર્થકોનો હંગામો, સુરક્ષા વધારવામાં આવી

Social Share

દિલ્હીઃ- વિદેશના દેશોમાં ખાલિસ્તાનીઓએ છેલ્લા ઘણા દિવસથી હંગામો મચાવ્યો છે ત્યારે બ્રિટન બાદ અમેરિકામાં પણ ખાલિસ્તાનીઓનો હોબાળો ચાલુ જ છે ,જો કે હવે બ્રિટન બાદ હવે અમેરિકન સરકાર પણ એક્શનમાં આવી છે.

સરકારે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત કર્યા છે. પોલીસે એમ્બેસીની ચારે બાજુ બેરિકેડ લગાવી દીધા છે. તે જ સમયે, બુધવારે ફરી એકવાર કેટલાક ખાલિસ્તાની સમર્થકો દૂતાવાસની બહાર ભેગા થીને હોબાળો મચાવ્યો હતો.જેને લઈને સુરક્ષા વધારવામાં આવી હતી.

આ વિરોધ કરનારાઓને પોલીસે બેરિકેડિંગની બીજી તરફ અટકાવ્યા હતા. રવિવારે પણ કેટલાક ખાલિસ્તાની સમર્થકો અહીં પહોંચ્યા હતા અને તેમણે તોડફોડ કરી હતી. ત્યારે દૂતાવાસની બહાર કોઈ સુરક્ષા નહોતી. જે બાદ ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકી સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.જેને લઈને હવે ભારતીય દુતાવાસની બહાર કડક પોલીસ સુરક્ષા ગોઠવાઈ છે.

રવિવારે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો હતો. દેખાવકારોએ બિલ્ડિંગની બહાર ખાલિસ્તાની ઝંડા પણ લહેરાવ્યા હતા. માહિતી અનુસાર, ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરતી વખતે, પ્રદર્શનકારીઓએ અસ્થાયી સુરક્ષા વ્યવસ્થાનો નાશ કર્યો અને કોન્સ્યુલેટ પરિસરમાં બે કહેવાતા ખાલિસ્તાની ઝંડા લગાવી દીધા. જો કે, કોન્સ્યુલેટના બે કર્મચારીઓ દ્વારા ટૂંક સમયમાં આ ધ્વજ હટાવી લેવામાં આવ્યા હતા.
ખાલિસ્તાની સમર્થકોએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યા બાદ વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં તોડફોડ “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” હતી અને યુએસ દ્વારા તેની નિંદા કરવામાં આવી હતી. આજ સાથે બીજી તરફ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં ખાલિસ્તાન સમર્થકોના ઉપદ્રવ પર બ્રિટિશ વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જે પણ થયું તે સ્વીકારી શકાય નહીં. અમે હાઈ કમિશનની સુરક્ષાની સમીક્ષા કરવા માટે લંડન પોલીસ સાથે વાત કરી રહ્યા છીએ અને જરૂર મુજબ ફેરફારો કરીશું. તેમણે કહ્યું કે આ સંદર્ભે પોલીસ તપાસ ચાલુ છે, અમે લંડનમાં ભારતીય હાઈ કમિશન અને નવી દિલ્હીમાં ભારત સરકારના સંપર્કમાં છીએ. અમે હાઈ કમિશનમાં સુરક્ષાની સમીક્ષા કરવા માટે મેટ્રોપોલિટન પોલીસ સાથે કામ કરી રહ્યા છે.