Site icon Revoi.in

કેનેડામાં ખાલિસ્તાની આતંકી સુખ્ખા દુનેકેની ગોળીઓ મારીને કરાઈ હત્યા

Social Share

દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓની ચર્ચા ચારેબાજુ છે તાજેતરમાં ભારત સાથે કેનેડા વિવાદમાં પણ આવ્યું છે ત્યારે આ સમગ્ર સ્થિતિ દરમિયાન પંજાબના જાણીતા ખાલિસ્તાની આતંકી સુખ્ખા દુનિકાની કેનેડામાં ગોળી મારીને હત્યા કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની બુધવારેરાત્રે હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 19 જૂને સરેમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા જેવી જ હોવાનું કહેવાય રહ્યુંછે.

હત્યા કરનાર આરોપીએ સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનાકે પર  15 જેટલી ગોળીઓ મારી હતી.  આતંકી દુનેકે 2017માં નકલી દસ્તાવેજોની મદદથી ભારતથી કેનેડા ભાગી ગયો હતો. સુખદુલ સિંહ વિરુદ્ધ સાત ફોજદારી કેસ નોંધાયેલા છે. પંજાબ પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાંથી ઓછામાં ઓછા 29 ગેંગસ્ટર છે, જેઓ કાયદાથી બચવા માટે ભારતની બહાર આશ્રય લઈ રહ્યા છે જેમાનો દુનેકે પણ એક હતો.

આ સહીત આ બનાવને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે કેનેડિયન સમય અનુસાર, લગભગ પાંચ કલાક પહેલા સુખાની હત્યા કરવામાં આવી હતી, તેને કેનેડાના વિનીપેગમાં ગોળી મારી દેવામાં આવી હતી.

 સુખદુલ સિંહ દુનેકે મોસ્ટ વોન્ટેડ અર્શ દલ્લા ગેંગ સાથે સંબંધ ઘરાવતો હતો. સુખદુલ સિંહ દુનીકે ટાર્ગેટ કિલિંગ માટે જાણીતો હતો. ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ તેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવતા, રાષ્ટ્રીય તપાસ એજન્સી એ ગઈકાલે એટલે કે બુધવારે અર્શ દલ્લા ગેંગ પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું. એનઆઈએ એ માહિતી માટે રોકડ ઈનામની જાહેરાત કરી હતી જેના કારણે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના પાંચ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
Exit mobile version