Site icon Revoi.in

ઘોળકા પાસે ખંભાતનો પરિવાર કાળનો કોળીયો બન્યું -ઈકો કાર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 5ના મોત

Social Share

અમદાવાદઃ- વધતા વાહનો અને ટ્રાફિકની સમસ્યામાં રોજેરોજ દેશભરના હાઈવે પર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે આજે  ધોળકા નજીક ગંભીર અકસ્માતની  ઘટના સામે આવી છે.

મળતી માહિતી પ્રામણે ખંભાતનો એક પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પાછો ફરી રહ્યો હતો,આ પિરવાર પોતાની કારમાં સવાર હતો ત્યારે  ટેન્કર વચ્ચે ટક્કર સર્જાઈ હતી જેમાં ઇકો કાર કુરચા ઉડી ગયા હતાં આ સાથે જ અકસ્માતમાં પાંચ લોકોનાં કમકમાટી ભર્યા ઘટના સ્થળે જ મોત થયા હતા.આ સાથે જ આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શન માટે ગયો હતો અને પરિવાર પરિક્રમા કરીને ઘરે પરત ફરી રહ્યો હતો, આ દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.આ ઘટના ધોળકાની વટામણ ચોકડી પાસે બનવા પામી હતી,ઈકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો,જેમા ઘટના સ્થળે 5 લોકોએ દમ તોડ્યો હતો.