Site icon Revoi.in

બાળકે સંભળાવી ABCD ની અદ્ભુત પરિભાષા,વિડીયો વાયરલ

Social Share

તમે બાળપણમાં એબીસીડી વાંચી હશે.સ્વાભાવિક છે કે,દરેક શાળામાં બાળકોને ‘એ ફોર એપલ’, ‘બી ફોર બોલ’ અને ‘સી ફોર કેટ’ શીખવવામાં આવે છે અને બાળકોને આ યાદ પણ રહે છે, પણ એબીસીડીની વ્યાખ્યા જ બદલાઈ જાય તો? એબીસીડીમાં ઐતિહાસિક અને પૌરાણિક મહાપુરુષોના નામનો ઉલ્લેખ કરવામાં આવે તો? જી હા, આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળકે અંગ્રેજીના આ મૂળાક્ષરોની સંપૂર્ણ વ્યાખ્યા જ બદલી નાખી છે.તે ‘એ ફોર એપલ’ નહીં પરંતુ ‘એ ફોર અર્જુન’ અને ‘બી ફોર બલરામ’ કહેતો જોવા મળે છે.એબીસીડીની તેની અદ્ભુત વ્યાખ્યા સાંભળીને બધા દંગ રહી ગયા.

આજકાલ અંગ્રેજી પાછળ દોડતા લોકોની હાલત એવી થઈ ગઈ છે કે,તેઓ પોતાના ઈતિહાસ અને પૌરાણિક મહાપુરુષોને ભૂલી રહ્યા છે.આવી સ્થિતિમાં, આ એક સારી પહેલ છે, જેથી બાળકો તેમની સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે જાણી શકશે.વિડિયોમાં તમે જોઈ અને સાંભળી શકો છો કે એક વ્યક્તિ બાળકને પૂછે છે કે A શું છે, B શું છે અને જવાબમાં બાળક ઝડપથી પૌરાણિક કથાઓ અને ભગવાનના વિવિધ સ્વરૂપોના નામ કહે છે.તેમણે અર્જુનથી લઈને બલરામ, ચૈતન્ય, હનુમાન, જગન્નાથ અને કૃષ્ણ સુધીના ભગવાનના લગભગ તમામ અવતાર અને સ્વરૂપોનું વર્ણન કર્યું છે.ત્યારબાદ છેલ્લે બાળક લોકોને એ અપીલ કરતો જોવા મળે છે કે,ભક્તિ કરતા શીખો.

આ અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @KarunaGopal1 નામના આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘બાળકોને આ રીતે શિક્ષિત થતા જોઈને મને આનંદ થાય છે – A for Arjun, not Apple’.

લખનઉની એક સ્કૂલમાં બાળકોને એબીસીડીની આ વ્યાખ્યા શીખવવામાં આવી રહી છે. શાળાના શિક્ષકોનું કહેવું છે કે,આનાથી બાળકોને પૌરાણિક જ્ઞાન મળશે.