Site icon Revoi.in

ભવિષ્યમાં જવાનોને બદલે યુદ્ધમાં જોવા મળી શકે છે કિલર રોબોટ્સ

Social Share

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં બંને દેશ દ્વારા આધુનિક હથિયારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખને તાકીદ કરી હતી કે હાલનો યુગ યુદ્ધનો નથી. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે હાલ કહેવુ મુશ્કેલ છે. પરંતુ હવે આગામી દિવસોમાં કોઈ બે દેશ વચ્ચે યુદ્ધ થશે તો તેમાં જવાનોને બદલે કિલર રોબોટ્સ જોવા મળશે. હાલ આ માટે વિવિધ રક્ષા કંપનીઓ કિલર રોબોટ્સ બનાવવાનું કામ કરી રહી છે. આમ હવે વિવિધ દેશની સેનાઓ પણ આધુનિક બની રહી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન દુનિયામાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવે ડિફેન્સ કંપનીઓ અને વૈજ્ઞાનિકો કિલર રોબોટ્સ બનાવવામાં લાગ્યાં છે. નાટોએ આ વર્ષે 25મી જાન્યુઆરીએ ઓટોનોમસ વોર રોબોટ્સને લઈને એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ કિલર રોબોટ્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સથી ચાલશે. આ ઓટોનોમસ આઈએ રોબોટ્સને પગલે દુશ્મન પર ઝડપથી સફળતા મેળવી શકાય છે. તેમને દૂરથી જ દુશ્મનો અંગે સૂચના આપી શકાશે. જેથી યુદ્ધમાં જવાનોના મૃત્યુના બનાવો પણ ઘટશે. આ અંગે અમેરિકી સેનાએ કામગીરી શરૂ કરી દીધી છે.

યુક્રેનમાં લોયટરિંગ વેપન્સનો ઉપયોગ વધારે ફાયદાકારક સાબિત થયો છે. લોપટરિંગ વેપન્સ એટલે આત્મઘાતી હથિયાર, આ હથિયારોના ઉપયોગ વધતા કિલર રોબોટ્સનો આઈડિયા સામે આવ્યો હતો. જેને લઈને અનેક સંરક્ષણ કંપનીઓ કામ કરી રહી છે. રક્ષા કંપનીઓ માનવરહિત હુમલાખોર રોબોટ્સ અને ડ્રોન બનાવાઈ રહ્યાં છે. આ આર્ટિફિખિયલ ઈન્ટેલિજેન્સથી ચાલશે. એટલું જ નહીં દુશ્મનને સામે જોઈને પોતાની જાતે જ હુમલો કરશે.