Site icon Revoi.in

પુડુચેરીના ઉપરાજ્યપાલ પદેથી હટાવ્યા બાદ કિરણ બેદીએ આ ટ્વિટ કર્યું

Social Share

દિલ્હીઃ-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કિરણ બેદીને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી હટાવ્યા છે. રાષ્ટ્રપતિએ તેમની જગ્યાએ તેલંગાનાની રાજ્યપાલ તમિલિસાઇ સોંદર્યરાજનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો હવાલો સોપ્યો છે,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પ્રેસ સેક્રેટરી અજય કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યો છે કે, ડો.કિરણ બેદી હવે પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર રહેશે નહીં.

લેફ્ટનન્ટ ગવર્નર પદેથી પદ છોડ્યા પછી કિરણ બેદીએ ટવિટ કરતા પુડુચેરીની જનતાને થેંક્યું કહ્યું છે. તેમણે ટવિટમાં લખ્યું છે કે,તે તમામ લોકોનો આભાર જે પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેની મારી યાત્રામાં સામેલ હતા.ટ્વિટમાં તેમણે પુડુચેરીની જનતા અને તમામ સાર્વજનિક અધિકારીઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

રાષ્ટ્રપતિએ તેલંગાનાની રાજ્યપાલ તમિલિસાઇ સોંદર્યરાજનને તેમની ફરજો નિભાવવા તેમજ પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરની જવાબદારી માટે નિમણૂક કરી છે. આ નવી જવાબદારી તેમના નવા લેફ્ટનન્ટ ગવર્નરનો હવાલો સંભાળ્યા પછી જ અસરકારક રહેશે. અને પુડુચેરીના ઉપરાજ્યપાલની નિયમિત વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી તેઓ આ પદ પર રહેશે.

આ અગાઉ 10 ફેબ્રુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી વી.નારાયણસામીએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને એક નિવેદન રજૂ કર્યું હતું. અને ઉપરાજ્યપાલને પાછા ખેંચવાની વિનંતી કરી હતી. તેણે દાવો કર્યો હતો કે, તે તુગલક કોર્ટ ચલાવી રહી છે. આ સિવાય નારાયણસામીએ ચૂંટાયેલી સરકારની વિવિધ દરખાસ્તોના અમલીકરણમાં ઉપરાજ્યપાલને ગણાવી હતી.

મુખ્યમંત્રી વી નારાયણસામીએ કહ્યું હતું કે, તેમણે એક મેમોરેન્ડમ આપ્યું છે, જેમાં અનેક યોજનાઓનો ઉલ્લેખ છે. અને જેને કિરણ બેદી દ્વારા કથિત રૂપે અટકાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે તેમની મુલાકાત લગભગ અડધો કલાક સુધી ચાલી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેમણે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને એક પત્ર પણ સોંપ્યો હતો. જેથી કેન્દ્રમાંથી લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીને હટાવવાની વિનંતી કરવામાં આવી હતી.

દેવાંશી-