Site icon Revoi.in

પ્રજાસત્તાક દિને કિસાન રેલીને મળી મંજુરી – પરેડ સમાપ્ત થયા બાદ જ રેલી યોજી શકશે

Social Share

દિલ્હીઃ-છેલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂતો કૃષિ કાયદાને લઈને આંદોલનમાં લાગ્યા છે, ત્યારે હવે આવતી કાલે દેશમાં પ્રજાસતાક દિવસની ઉજવણી  કરવામાં આવનાર છે જેમાં ખાસ કરીને રાજધાની દિલ્હીમાં આ પ્વર ઘામઘૂમથી મનાવવામાં આવતો હોય છે જેમાં રાજપથ પર યોજાનારી મુખ્ય પરેડ યોજાતી હોય છે, ત્યારે આ સ્થિતિમાં ખેડૂતોનું આંદોલન ચિંતાનો વિષય બન્યું છે.

કેન્દ્રએ લાગૂ કરેલા ત્રણ કૃષિ કાયદા વિરોધમાં યોજાનારી ખેડુતોની ટ્રેકટર રેલીના મુદે તંત્ર એલર્ટ થયું છે અને દિલ્હીમાં દરેક માર્ગો પર પોલીસ તથા અર્ધલશ્કરી દળોનેગોઠવવામાં આવ્યા છે સપુર્કષાનો પુરેપુરો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

આવતીકાલે રાષ્ટ્રીય કાર્યક્રમો રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિતના મહાનુભવોની હાજરી અને કોરેના સંક્રમણને ધ્યાનમાં લઈને પરેડમાં પણ મર્યાદિત સંખ્યા રાખવામાં આવી છે,  આ મુખ્ય કાર્યક્રમ ઓછામાં ઓચા ચાર કલાકનો છે તો બીજી તરફ આવતીકાલની રેલીમાં ભાગ લેવા પંજાબ, હરિયાણા, ઉતરપ્રદશથી હજારો ખેડુતો ટ્રેકટર સાથે પહોંચી રહ્યા છે

ત્યારે હવે આ રેલીને મંજુરી આપવામાં આવી ચૂકી છે, જો કે તેના માટેની શરત પણ રાખવામાં આવી છે કે કાર્યક્રમ પુરો થયા બાદ જ ખેડૂતો રેલી યોજી શકશે,પ્રજાસતાક દિનની પરેડ રાજપથ પર યોજાશે જેને મહતમ સુરક્ષા આપવામાં આવી છે તો 6000થી વધુ ટ્રેકટરો સાથે દિલ્હી આસપાસની સરહદો પરથી ત્રણ રેલીઓ યોજાવાની છે.આ બાબતે દિલ્હી પોલીસે ત્રણેય ટ્રેકટર રેલીને મંજુરી આપી છે પણ તે પ્રજાસતાક દિનની પરેડ પુરી થયા બાદ શરુ રેલી કાઢી શકાશે.

સાહિન-