Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- તમને પણ બહારના સમોસા ભાવે છે? તો જોઈલો આ બટાકાના મોટા સમોસા બનાવાની પરફેક્ટ રીત

Social Share
ફરસાણની દુકાનમાં મશતા મોટામસ સમોસા ચટણી સાથે ખાવા સૌ કોઈને ગનમે છે,જો કે આજ સમોસા ઓછી મહેનતમાં અને એકદમ ટેસ્ટી તમે ઘરે જ બનાવી શકો છો બસ તેના માટે વાંચવી પડશે આ પરફેક્ટ રીત સૌ પ્રથમ સમોસાની રોટલી આ રીતે બનાવો પડ બનાવવાની રીત-સૌ પ્રથમ એક વાસણમાં મેંદો અને રવો મિક્સ કરવો,તેમાં મીઠૂં,તેલ,અજમો અને મરી પાવડર મિક્સ કરીને પાણી વડે કણક (લોટ) બાંધવી,કણક બંધાયા બાદ તેને ભીના કપડાથી કવર કરીને રાખી મુકવી.જેથી લોટ સુકાય ન જાય. સામગ્રી સમોસાનું સ્ટફીંગ બનાવવાની રીત– સૌ પ્રથમ ગેસ ચાલુ કરીને એક કઢાઈમાં તેલ ગરમ કરવું,તેલ ગરમ થયા બાદ તેમાં રાય ફોડી લેવી,હવે તેમાં કઢી લીમડાના પાન એડ કરીને ક્રશ કરેલા લીલા મરચા નાંખવા,મરચા તેલમાં બરાબર સંતળાય ત્યાર બાદ તેમાં સુકા ધાણા,અજમો,વરીયાળી અને બાફેલા વટાણા નાંખવા,હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરવું,ત્યાર બાદ તેમાં મીઠૂં,ગરમ મચાલો,હરદળ અને ક્રસ કરેલા બટાકાનો માવો નાંખીને બરાબર ફેરવતા રહેવું અને ગેસની ફ્લેમ ધીમી રાખવી,બટાકાના માવા પર મસાલો બરાબર ભળી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી લેવો,હવે આ બટાકાના મસાલામાં લીંબુનો રસ અને લીલા ધાણા એડ કરીને બરાબર ફરીથી મિક્સ કરી લેવું.રેડી છે તમારા બિહારી સમોસાનો મસાલો. સમોસા ભરવાની રીતઃ-પહેલા જે આપણે મેંદા-રવાનો લોટ બાંધ્યો હતો તેના સરખા ભાગે 15 થી 18 લુવા કરી લઈશું,હવે એક લુવાની થોડી જાડી અને પાટલીના માપની મોટી રોટલી વેલણ વડે વણી લઈશું,ત્યાર બાદ આ વણેલી રોટલીને વચ્ચેથી કાપીશું,એટલે એક રોટલીમાંથી બે સમોસાના પડ તૈયાર થશે,હવે એક અર્ધચંદ્રકાર ભાગમાં વચો વચ્ચ ચમચી વડે બટાકાનો માવો મુકીને આજુ-બાજુના ખુણાથી રોટલીને ઉપર કવર કરીને સમોસાના સેપમાં તૈયાર કરી લઈશું,આ રીતે ત્રિકોણ સેપમાં એક મોટૂ બિહારી સમોસું તૈયાર થશે,બાકીના તમામ લુવામાંથી આ રીતે બધા જ મસાલાના સમોસા તૈયાર કરી લેવા. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવું,તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં સમોસા નાંખીને તળી લેવા,સમોસા ગેસની ધીમી ફ્લેમ પર તળવા જેથી કરીને સમોસાનો પડ ક્રિસ્પી થાય,તૈયાર છે તમારા બિહારી ગરમા ગરમ સમોસા,જેને તમે ગોળ-આંમલીની ચટણી,ટામેટા સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.