- સાહિન મુલતાનીઃ-
ઢોંસા સૌ કોઈને ભાવતો ખોરાક છે ખાસ કરીને સાઉથ ઈન્ડિયામાં જ્યારે આપણે ઢોંસા ખાવા જઈએ છીએ ત્યારે કોપરાની ચટણી ,સંભારા સાથે એક ત્ર્જી રેડ કલરની તીખી સ્વાદિષ્ટ ચટણી પણ આપે ચે,આમ તો હવે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ આ ચટણી અપાતી છે જો તમે પણ એવી જ ચટણી ઘરે બનાવવા માંગો છો તો એક વાર આ રેસિપી વાંચી લો.
સામગ્રી
- 1 ચમચી – ચણાની દાળ
- 1 ચમચી – અળદની દાળ
- 2 ચમચી – તેલ
- અડધી ચમચી – જીરું
- 1 નંગ – ડુંગળી સમારેલી
- 6 નંગ – સુકા લાલ મરચા
- 7 થી 8 નંગ – લસણની કળી
- 2 નંગ – ટામેટા જીણા સમારેલા
- વધાર માટે ( કઢી લીમડો, રાય,હિંગ)
સૌ પ્રથમ એક કઢાઈલો તેમાં ચણાની દાળ, અળદની દાળ અને જીરું નાખીને શેકીલો, દાળ બ્રાઉન થાય ત્યા સુધી એઠલે કે 1 થી 2 મિનિટ સુધી દાળને બરાબર શેકો.
હવે તેને કઢાઈમાંથી એક વાટકીમાં કાઢીલો, આજ કઢાઈમાં 2 ચમચી તેલ લો, આ તેલમાં લસણની કળીઓ, સુકા લાલ મરચા, સમારેલી ડુંગળી એડ કરીને 1 મિનિટ સાંતળી લો
હવે જ્યારે 1 મિનિટ બાદ તેમાં સમારેલા ટામેટા એડ કરીદો અને તેને બરાબર મિક્સ કરીને 2 થી 4 મિનિટ થવાદો, હવે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીદો.
ત્યાર બાદ મિક્સરની જાર લો તેમાં શેકેલી દાળ જીરુંને બરાબર જીણો પાવડર થાય એ રીતે દળીલો, ત્યાર બાદ એજ જારમાં ટામેટાની ચટણી જે સાંતળી છે તે એડ કરીને મિક્સરમાં ક્રશ કરીલો
હવે આ ચટણીને એક બાઉલમાં કાઢીલો અને ઉપરથી રાય ,હિંગ અને કઢી લીમડાના પાનનો વધાર કરીદો,તૈયાર છે તમારી ઢોંસા સાથેની સ્વાદિષ્ટ ચટણી જેને તમે રોટલીમાં બ્રેડમાં ઈડલી સાથે પણ ખાય શકો છો.