Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ગુજરાતી ટ્રેડિશનલ હેલ્ધી વાનગી કપુરીયા, જોઈલો બેઝિક સામગ્રીમાંથી બનતો આ નાસ્તો

Social Share

સાહિન મુલતાનીઃ-

ગુજરાતી લોકોના નાસ્તા એક રીતે જોવા જઈએ તો ખૂબ હેલ્ધી હોય છે એ વાત અલગ છે કે બદલતા સમયની સાથે લોકો બટર અને એક્સ્ટ્રો ચીઝ ઉમેરીને તેને અનહેલ્ધી બનાવ્યા છએ,પરંતુ આજે એક એવી ટ્રેડિશનલ વાનગીની વાત કરીશું જે બેઝિક સામગ્રીમાંથી ઈન્સ્ટન્ટ તમે બનાવી શકો છઓ,જેનું નામ છે કપૂરિયા, જે દાળ ચોખાના લોટમાંથી બાફઈને બનાવવામાં આવે છે,ખાવામાં ટેસ્ટી તો છે જ પરંતુ અંદર તેલ નહીવત હોવાથી તે હેલ્થ માટે પણ સારો નાસ્તો છે તો ચાલો જાણીએ આ કપૂરિયા બનાવાની રીત

લોટની  સામગ્રી

  1.  1 કપ – ચોખા
  2.  1 કપ – ચણાની દાળ
  3.  1 કપ – અળદની દાળ
  4.  1 કપ – મગની પીળી દાળ

કપૂરિયા બનાવાની સામગ્રી

લોટ બનાવાની રીત

સૌ પ્રથમ એક કઢાઈમાં ચોખા અને દાળને 10 મિનિટ સુધી ઘીમા ગેસ પર રોસ્ટેડ કરીલો, ત્યાર બાદ તેને 10 મિનિચ સુધી ઠંડું થવા દો, જ્યારે દાળ ચોખા ઠંડા પડી જાય એટલે મિક્સરમાં તેને ક્રશ કરીને લોટ તૈયાર કરીલો,તૈયાર છે કપુરિયાનો લોટ.

હવે એક કઢાઈમાં તેલ લો તેમાં જીરું લાલ કરો ત્યાર બાદ આદુ મરચાની પેસ્ટ એડ કરીને સાતંળ લો

ત્યાર બાદ આ પેસ્ટમાં મોરા સીંગદાણા, તુવેરના દાણા, સ્વાદ પ્રમાણે મીઠું, હરદળ ,તલ નાખીને બરાબર 2 મિનિટ સુધી ફેરવતા રહો,

હવે જે લોટ તૈયાર કર્યો છે તેમાંથી બે કપ લોટને સાઈડમાં રાખીલો.

હવે તમે 2 કપ લોટ લીધો છે એટલે 4 કપ પાણી લો આ પાણી કઢાઈ વાળા મસાલામાં એડ કરીને 5 મિનિટ ઉકળવા દો, 5 મિનિટ બાદ તેમાં પાપડીખારો એડ કરીને 1 મનિટ ઉકાળીલો

હવે આ ઉકળતા પાણીમાં 2 કપ કપૂરિયાનો લોટ ઘીરે ઘીરે નાખતા જાઓ અને મિક્સ કરતા જાઓ ધ્યાન રાખવું લોટના ગાંઠા ન પડે આમ બધો લોટ નાખીને આ લોટને 5 મિનિટ સુધી ગેસ પર ફેરવતા રહો અને ગરમ કરતા રહો 5 થી 8 મિનિટ બાદ લોટનુ પાણી સોસાય જાય એટલે ગેસ બંધ કરીદો અને આ મિશ્રમને 15 મિનિટ સુધી ઠંડું પડવા દો એટલે આ લોટ કણક જેવો તૈયાર થી જશે

હવે 15 મિનિટ બાદ આ લોટમાં 2 ચમચી તેલનાખઈનેમસળી લો, ત્યાર બાદ તેના ગોળ ગોળ એકસ સરખા બોલ બનાવી તેને બન્ને હાથની હથેળી વચ્ચે બદાવીને આંગળી વડે એક ખાડો પાડીલો,

હવે ઈડલીના કુકર અટલે કે ઢોકળીયામાં જારી વાળી પ્લેટ રાખી કપુરિયાને તેના પર ગોઠવી દો અને ઓછામાં છોછી 15 મિનિટ સુધી તેને સ્ટિમ કરીલો

15 મિનિટ બાદ કપૂરિયા ખાવા માટે તૈયાર છએ તેના પર કાચુ શિંગ તેલ અને લાલ મરચું તથા ચાટ મસાલો છાંટીને સર્વ કરો