Site icon Revoi.in

કિચન ટિપ્સઃ રસોઈ બનાવાના ટાઈમ પર શાકભાજી સમારવાનો કંટાળો આવતો હોય તો હવે અપનાવો આ ટ્રિક, જલ્દીથી બનશે રસોઈ

Social Share

દરેક ઘરની ગૃહિણીઓએ ફરજીયાતપણે ઓછામાં ઓછું ત્રણ સમય તો કિચનમાં કામ કરવું જ પડે છએ, સવારનો નાલ્તો ,બપોરનું ભોજન અને સાંજનું ભોજન આ તો હોય જ છે સાથે સાઈડના નાસ્તા એવું તો ખરું જ, ઘણી વખત કિચનમાં કામ કરી કરીને ઘણી ગૃહિણીઓ કંટાળી જતી હોય છે, ખાસ તો શાકભાજી સમારવાનું સૌથી મોટૂ કામ હોય છે,જેને લઈને કલાકથી 2 કલાક પહેલા તૈયારીઓ શરુ કરવી પડતી હોય છે ,એટલે મોટા ભઆગનો સમય ગૃહિણીનો કિચનમાં જ જાય છે એમ કહીએ તો ખોટૂ ન કહેવાય.

જો તમને રસોઈ બનાવતા વખતે દરેક પ્રકારના શાકભાજી સમારવાનો કંટાળો આવતો હોય તો આજે અમે તમારી માટે નાની નાની ટિપ્સ લઈને આવ્યા છે,જેનાથી તમારી રસોઈ પણ જલ્દીથઈ બની જશે અને રસોી બનાવવા વધુ મહેનત પણ નહી પડે, બસ એના માટે તમારે નીચે આપેલી કેટલીક ટિપ્સને ફોલો કરવી પડશે.

જાણો જલ્દીથી રસોઈ બનાવવા માટેની કેટલીક એડવાન્સ ટિપ્સ

1  કોબિજ, ફ્લાવર ,ભીંડા અને ગુવાર જેવી શાકભાજી તમે જ્યારે ફ્રી હોવ એવા સમયે સમારીને જીપ લોકમાં અથવા તો પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને ફ્રિજમાં રાખી દો, એટલે જ્યારે પણ તમારે સબજી બનાવી હોય ત્યારે એક ડબ્બો કાઢી તેમાથી સબજીનો ઉપયોગ કરી લેવો, આમ કરવાથી તમારો સમય બચશે

2 પાલ, મેથી, તાંદરજો, લીલા ઘાણા અને લીલા કાંદા જેવા શાકભાજીને પણ માર્કેટમાંથી જ્યારે લાવો છો ત્યારે તરત જ સાફ કરીને સમારી દો, ત્યાર બાદ પ્લાસ્ટિકના જબ્બામાં ભાજી રાખી ફ્રિજમાં મૂકી દો, જેમાં લીલા ઘણાને કોટનના કપડામાં રાખઈદો, હવે જ્યારે જે વસ્તુઓની જરુર હોય તેને ફ્રિજમાંથી કાઢીને વાપરી શકો છો, આનાથી તમારો સમય ખાસ્સો એવો બચી જશે અને રસોઈ જલ્દી બની જશે

3 લસણ વગર રસોઈ અઘુરી હોય છે, સમય પર લસમ છોલવા કરતા એક અઠવાડિયા જેટલું લસમ નવરાશની પળોમાં છોલીને એક ડબ્બામાં ભરી ફ્રિજમાં રાખી દેવું, જ્યારે જરુર હોય તે પ્રમાણે ઉપયોગ કરવો

4 કાંદા વગર કોઈ પણ શાકનો સ્વાદ આવતો નથી, કાંદા અટલે કે ડુંગળી રસોી બનાવતી વખતે જ સમારવી એટલે ભઆરે મહેનતનું કામ, જો તમે પનીર કે ગ્રેવી વાળઆ શાક માટે ડુંગળીનો ઉપયોગ કરો છો, તો તેના માટે તમારે કાંદાને તેલમાં ફ્રાય કરીને એક ડબ્બામાં રહેવા દેવા, જ્યારે ગ્રેવી વાળું શાક બનાવું હોય ત્યારે આ કાંદને મિક્સરમાં ક્રશ કરી લેવા.

5 ભરેલા રિંગણ, ભીંડા બનાવા માટે , મોરા શીંગ દાણા ,તલ, ખસખસને મિક્સરમાં ક્રશ કરીને એક એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રિજમાં રહેવા દો, જ્યારે પણ ભરેલા શઆક બનાવવા હોય ત્યારે આ મસાલાનો ઇપયોગ કરવો