Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શિયાળાની સાંજે ચોખાની ખીર બનાવી છે તો આ પરફેક્ટ રીત નોંધીલો, ખીર બનશે માવાદાર

Social Share

સાહિન મુલતાનીઃ-

સામાન્ય રીતે ખીર એવી વાનગી છે કે સૌ કોઈને ભાવતી હોય છે, તેમાં પણ ચોખાની ખીર તો સોની પ્રિય હોય છે, જો કે ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે તેમની ખીર માવાદાર અને ઘાટ્ટી નથી બનતી, તો આજે આપણે મલાઈદાર અને સરસ મજાની ઘાટ્ટી ખીર બનાવવાની પરફેક્ટ રીત જોઈશું ,આ ટ્રિક ફોલો કરશો તો તમારી ખીર મલાઈ વાળી અને સ્વાદિષ્ટ ચોક્કસ બનશે.

જાણો ખીર બનાવવાની રીત (2 લીટર દૂધની ખીરનો માપ)

– સૌ પ્રથમ  2 લિટર દૂઘને આગળથી (આગલા દિવસે રાતે દૂઘ ગરમ કરી લેશો તો વધુ સારી મલાઈ ઉતરશે) ગરમ કરીને રહેવા દો. ત્યાર બાદ તેની મલાઈ એક બાઉલમાં કાઢીલો.

– જો તમારે ખીર બનાવવી હોય તો ચા પીવાનો નાનો કાંચનો કપ ભરીને ખીચડીના જીણા ચોખાને બે ત્રણ પાણી વડે ઘોઈને પીવાના પાણીમાં 4 થી 5 કલાક સુઘી પલાળી રાખો.

– હવે આગળ ગરમ કરીને મૂકેલા  દૂધમાંથી મલાઈ ઉતારીને તે દૂધને એક મોટી અને જાડા તળીયા વાળી તપેલીમાં ધીમા તાપે ગરમ કરવા રાખો અને તેમાં ચોખાને હાથથી મસળીને ઘોઈને દૂધમાં નાખીદો.

– હવે ચોખા નાખ્યા બાદ ગેસની ફ્લેમ ઘીમી કરીને દર 4 થી 5 મિનિટે તેને ચમચા વડે ફેરવતા રહો જેથી કરીને દૂધ તપેલીમાં ન ચોંટે.આ રીતે ચોખા અને દૂધ બન્નેમાં મિક્સ થઈ જાય એટલે કે બરાબર ભળી જાય ત્યા સુઘી ઘીમા તાપે તપેલી ગેસ પર જ રાખી મિક્સ કરીને ગરમ થવાદો.

– હવે ચોખા ઓગળવા આવે ત્યારે સ્વાદ પ્રામણે તેમાં ખાંડ અને દૂધમાંથી કાઢેલી મલાઈ ઉમેરીને ફરીથી 20 થી 25 મિનિટ સુઘી ગેસની ઘીમી ફ્લેમ પર ખીરને પકાવા દો,આમ  કરવાથી ખીરમાં ખાંડનું પાણી બળી જશે.

– હવે વાટેલી એલચીનો અડધી ચમચી પાવડર ખીરમાં એડ કરીલો, ત્યાર બાદ કાજુ -બદામ-પિસ્તા અને ચારોલી તમારી જરુરીયાત પ્રમાણે જીણા સમારેને ખીરમાં એડ કરીદો અને 5 મિનિટ બાદ ગેસ બંધ કરી ખીરને સર્વ કરો.

– જો તમે આ રીતથી ખીર બનાવશો તો ચોક્કસ તમારી ખીર માવાદજાર અને સ્વાદમાં પણ મજેદાર બનશે

– જો તમને ગુલાબ પસંદ હોય તો તમે ગુલાબના પાન પણ ખીરને સર્વ કરવા માટે યૂઝ કરી શકો છો, ા સહીત કેસરના તાતણઆ પર સેર્વ કરવામાં યૂઝ કરી શકો છો.