Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- દાલબાટીમાં ટેસ્ટી દાળ બનાવી હોય તો આ પરફેક્ટ રીત જોઈલો ,મળશે રાજસ્થાની સ્વાદ

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે સૌ કોઈને દાળ ખૂબ ભાવે છે મગની દાળ, તુવેરની દાળ કે પછી અળદગની દાળ પણ જો આ બધી જ દાળને મિક્સ કરીને લસણનો તડકો મારીને બનમાવામાં આવે તો આ દાળને આપણે ચેવટી દાળ કે મિક્સ દાળ કહીએ છીએ જો કે આ દાળ રાજસ્થાનમાં દાલબાટી સાથએ ખાવામાં આવે છે હા તેને બનાવાની થોડી અલગ રીત હોય છે જો તમે પણ દાલબાટીના શોખીન છો તો હવે ગાલબાટી સાથએ આ દગાળ ટ્રાય કરી શકો છો જે તમને રાજસ્થાની સ્વાદનો ચસ્કો આપશે.તો ચાલો જોઈએ આજે આ મિક્સદાળને ઈઝી રીતે બનાવાની રીત જે ખૂબ જ ટેસ્ટી પણ બનશે

સામગ્રી

સૌપ્રથમ બધી દાળને મિક્સ કરીને 2 થી 4 પાણી વડે ઘોઈલો ,ત્યાર બાદ તેને કુકરમાં નાખીને દાળ ડુબે તે રીતે પાણી નાખી સ્વાદ પ્રમાણે મીઠું હરદળ નાખીને દાળને  4 સીટી વાગે ત્યા સુધી બાફી લો,

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં ડુંગળી સાંતળી લો, ત્યાર બાદ તેમાં જ જીરું લસણ અને ટામેટા એડ કરીને બરાબર સાંતળવા દો.

હવે તેમાં લાલ મરચું હરદળ અને સ્વાદ પ્રમાણે ટેસ્ટ કરીને મીઠું નાખો કારણ કે મીઠું બાફવામાં નાખ્યું હતું એટલે.

હવે આ મલાસો બરાબર ગળી જાય એટલે તેમાં દાળ એડ કરીને 1 ગ્સાલ જેટલું પાણી અથવા તમારે જે પ્રમાણે દાળ જોઈએ તે પ્રમાણે પાણી એડ કરીદો

હવે દાળને 10 મિનિટ ઢાંકીને બરાબર ઉકાળી લોતૈયાર છે તમારી મિક્સ દાળ,દેને બાટી સાથએ ,ભાખરી સાખે કે રોટલી રોટલા સાથે ખાઈ શકો છો.