Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ઠંડીમાં કઈ ગરમા ગરમ ખાવું છે તો જોઈલો બેસનમાંથી બનતો આ તીખો નાસ્તો

Social Share

સામાન્ય રીચે સૌ કોઈએ બેસનની ઢોકળીનું શાક ખાધુ જ હશે પણ આજે વાત કરીશું માત્ર બેસનની કોરી ઢોકળીની, જેને તમે કોરી નાસ્તામાં ખાઈ શકો છો,આ સાથે જ 4 વાગે કે સવારે ચા સાથે પણ તેનો નાસ્તો કરી શકો છો,અને મહત્વની વાત એ કે તેને બનાવા માટે ઓછી સામગ્રી અને ખૂબજ ઓછો ટાઈમ લાગશે

સામગ્રી

 

સૌ પ્રથમ એક મોટી કઢાઈ લો તેમાં એક ચમચી તેલ અને જીરું લાલ કરીદો, હવે તેમાં છીણેલા ટામેટા અને કાંદા મિક્સ કરીને, લીલા મરચા, લસણ, મીઠું ,હરદળ મિક્સ કરીને 2 મિનિટ સાંતળી લો, ત્યાર બાદ તેમાં 2 વાટકા ભરીને પાણી એડ કરીદો

હવે આ પાણીને બરાબર ઉભરો આવે ત્યા સુધી ઉકાળી લો, હવે પાણી ઉકળતું હોય તેમાં ઘીરે ઘીરે ઉપરથી બેસન એડ કરતા જાવો અને વેલણ વડે ફેરવતા જાવો, 

હવે ગેસની ફઅલેમ ઘીમી કરીદો, અને વેસણથી કઢાઈમાં બેસનના ગાઠા ન પડે તે રીતે મિક્સ કરતા રહો, 10 મિનિટ સુધી આમ કરતા રહો જ્યા સુઘી ઢોકળીનું પાણી ન બળી જાય અને બેસન ન પાકી જાય ત્યા સુધી,હવે ગેસ બંધ કરીલો અને લીલા ધણા એડ કરી ફરી મિક્સ કરીલો

હવે એક ઊંડી ડિશ લો તેમાં બરાબર તેલ લગાવીને આ ઢોકળીનું મિશ્રણ ખાલી કરીદો, અને તેને વાટકી વડજે સુખડીની જેમ બરાબર થામડી દો,હવે 10 મિનિટ બાદ ઢોકળીને નાના નાના શેપમાં કટિંગ કરીને સર્વ કરો, આ ઢોકળી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે,અને ઓછા તેલમાં બનતી હોવાથી હેલ્ધી પણ છે.,આ ઢોકળીનું તમે શાક પણ બનાવી શકો છો.

 

 

 

Exit mobile version