Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ઈન્સ્ટન્ટ ભીંડાનું શાક બનાવું હોય તો જોઈલો આ ટ્રિક, 20 જ મિનિટમાં રેડી થશે મસાલા ભીંડી

Social Share

સામાન્ય રીતે કોઈ પણ શાક બનાવવા માટે આપણે ઘણો સમય જોઈતો હોય છે જેમાં પણ ભીંડા બનાવવા માટે તો 30 થી 40 મિનિટનો સમય જોઈએ જ પણ આજે રેસ્ટોરન્ટ  સ્ટાઈલ ભીંડી મસાલા બનાવવાની અનોખી રીત જોઈશું જેમાં તમે 15 થી 20 મિનિટમાં ભીંડા બનાવી પરોસી શકો છો,

 સામગ્રી

પહેલા તો ભીંડાને ક્રોસમાં એક ભીંડામાંથી ત્રણ પીસ પડે તે રીતે સમારી લો

હવે કઢાઈમાં 500 ગ્રામ જેટલું તેલ લો  તેલને બરાબર ગરમ થવાદો,તેલ ગરમ થાય તો તેમાં સમારેલા ભઈંડા તળીલો, ભીંડા થોડા બ્રાઉન થાય એઠલે તેને કાઢીલો

હવે એક મિક્સરની જાર લો તેમાં ડુંગળી અને ટામેટૂં ક્રશ કરીલો અને તેને એક વાટકીમાં કાઢીલો, હવે એજ મિક્સરની જારમાં આખો ગરમ મસાલો,તલ ,સીંગદાણા અને લસણને ક્રશ કરીલો

હવે એક કઢાઈમાં તેમાં 3 થી 4 ચમચી તેલ લઈલો તેમાં જીરું નાખીને ડુંગળી અને ટામેટાની પેસ્ટ એડ કરીદો, 2 મિનિટ બાદ તેમાં શીંગદાણાની પેસ્ટ એડ કરીને મીઠું, હરદળ, લાલ મસાલો અને ઘાણાજીરુ પાવડર એડ કરી 3 ચમચી જેટલું પાણી નાખીને સાંતળી લો, 3 મિનિટ સુધી આ સમાસો બરાબર સાંતળો

 હવે આ મસાલામાં થોડુ પાણી નાખીને ઉકાળો પાણી ઉકળે એટલે તેમાં તળેલા ભીંડા એડ કરીદો અને 4 થી 5 મિનિટ થવાદો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ભીંડી મલાસા