Site icon Revoi.in

કિચન ટિપ્સઃ જો તમારા બાળકોને બિસ્કિટ અને ચોકલેટ પસંદ છે તો હવે ઘરે જ બનાવી દો આ બિસ્કિટ ચોકો ડિપ બોલ,

Social Share

સાહીન મુલતાની-

દિવાળીનો તહેવાર છે ત્યારે સ્વિડની ડિમાન્ડ પણ વધે છે જો તમે બહારથી સ્વિટ લાવ્યા જ હોવ છત્તા તમને ઘરે પણ કંઈક સ્વિટ બનાવું હોય તો આ ચોકો બોલની રેસિપી જોઈલો જે ખૂબ જ જલ્દી બની જવાની સાથે સ્વાદમાં અફલાતૂન પણ છે.

સામગ્રી

સૌ પ્રથમ મેરી ગોલ્ડ બિસ્કિટના નાના નાના ટૂકડાઓ કરીલો અને પછી તેને મિક્સરમાં એકદમ જીણી ક્રશ કરીલો

હવે એક મોટૂ બાઉલ લો તેમાં મેરી બિસ્કિટનો પાવડર લો, તેમાં કોકો પાવડર અને ખાંડ અને મિલ્ક વાપડર નાખીને બરાબર મિક્સ કરીલો

હવે ચમચી વડે દૂધ નાખતા જાવો અને આનો લોટ બાંધતા જાવો, આમ બરાબર સોફ્ટ રહે તે રીતે કણક તૈયાર કરીલો

હવે આ કણકમાંથી નાની નાની સાઈઝના બોલ બનાવીને તૈયાર કરીલો.

હવે એક પ્લેટમાં કાજૂનો પાવડર લો તેમાં આ તૈયાર કરેલા બોલને બરાબર રગદોળી દો

હવે એક કાચના મોટા બાઉલમાંમ ચોકલેટના ટૂકડાઓ કરીને મૂકી દો, ત્યાર બાદ એક કઢાઈમાં પાણ ીગરમ કરવા રાખો અને તેમાં આ કાંચનો બાઉલ રાખો જેથી ચોકલેટ ઓગળવા લાગશે

હવે જે બોલ તૈયાર કર્યા છે તેને આ ચોકવલેટમાં ડિપ કરીને એક ટ્રેમાં રાખતા જાવ

ત્યાર બાદ તેને રંગીન નાની નાની કોચલેટ કે સ્પ્રિકંલ વડે કોટ પણ લકરીલો જેથી દેખાવમાં પણ સુંદર લાગશે

ત્યાર બાદ આ બોલને ફ્રીજમાં 10 મિનિટ રાખી દો તૈયાર છે તમારા ચોકોબોલ

 

Exit mobile version