Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે સ્વિટ કોર્નમાંથી બનાવો આ મસાલેદાર ચટાકેદાર વાનગી જોઈલો તેની રેસિપી

Social Share

સાહિન મુલતાનીઃ-

મકાઈનો ચવડો આવે એટલે એક જ વાત ધ્યાનમાં આવે મકાઈના પૌઆ પરંતુ આજે અમેરિકન મકાઈને છીણીને એક સરસ મજાનો ચેવડો બનાવાની રીત જોઈશું છે ખાવામાં હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ હશે.

સામગ્રી

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખીદો, તેલ ગરમ થાય એટલે તેમાં રાય ફોડીલો અને કઢી લીમડો નાખીને લીલા મરચા નાખીદો.

હવે તેમાં છીણેલી મકાઈનો ક્રશ એડ કરીદો અને 2 થી 3 મિનિટ ગેસ ઘીમો રાખીને તવીથા વડે મકાઈને બરાબર ફેરવતા રહો. ધ્યાન રાખે મકાઈનો ક્રશ કઢાઈમામં ચોંટે નહી.

હવે તેમાં દૂધ નાખીને કઢાઈ પર ઢાંકણ ઢાકીને 3 મિનિટ થવાદો હવે 3 મિનિટ બાદ દૂધ સોસાય ગયુ હશે અમે મકાઈ બરાબર પાકી ગઈ હશે. હવે ફરી તેને તવીથા વડે બરાબર ફેરવતા જ રહો

હવે તેમાં મીઠૂં,હરદળ,તલ અને લીબુંનો રસ નાખથી બરાબર મિક્સ કરીદો છેલ્લે તેમાં લીલા ધાણા પણ નાખીને બરાબર ફેરવી લો એક મિનિટ બાદ ગેસ બંધ કરીલો તૈયાર છે ખટ્ટ મીઠો મકાઈનો ચેવડો