સાહિન મુલતાનીઃ-
હવે નવરાત્રીમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઘણા લોકો 9 દિવસ ઉપવાસ કરતા હોય છે ખાસ કરીને ઉપવાસમાં ફરાળી ચેવડો ખાવામાં આવે છે ત્યારે આજે બટાકાનો ફરાળી ચેવડો ઘરે બનાવાની રીત જોઈશું
સામગ્રી
- 1 કિલો – બટાકા
- સ્વાદ અનુસાર મીઠું
- પા – ચમચી ફટકડી
- તળવા માટે તેલ
- 200 ગ્રામ શીંગદાણા
- 4 ચમચી તલ
- 5 થી 10 નંગ કઢી લીમડાના પાન
- પા ચમચી – લાલ મરચું
સૌ પ્રથમ બટાકાની છાલ કાઢીલો ત્યાર બાદ તેને પાણી વડે ઘોઈલો હવે તેની પાતળી પાતળી ચિપ્સ મોટી છીણીમાં છીણીલો
હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા રાખઓ પાણી ઉકળે એટલે તેમાં ચિપ્સ નાખી દો ત્યાર બાદ તેમાં ફટકડી અને મીઠું નાખી દો, હવે 5 મિનિટ બાદ તેને ચારણીમાં કાઢીલો
હવે આ ચિપ્સને એક કોટનના કટકા પર પાથરીને કોરી થવાદો
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો તેલ થાય એટલે તેમાં આ ચિપ્સ તળીલો બઘી ચટિપ્સ તણીને એક કાણા વાળઆ વાસણમાં કાઢીલો
ત્યાર બાદ તેના પર લાલ મરચું ભભરાવી દો,હવે શીંગદાણાને તેલમાં તળીને ચિપ્સ માં એડ કરીદો
કઢીલીમડાના પાનને પણ તળીને ચિપ્સમાં એડ કરીદો તેજ રીતે તલ પણ એડ કરી દો હવે બઘુ બરાબર મિક્સ કરીલો,તૈયાર છે હોમમેડ ફરાળી ચેવડો નવરાત્રીના નવ દિવસ સ્ટોર કરીને ખાય શકો છો.